Gujarati News

Gujarati News

News of Thursday, 10th November 2022

શિકાગોના ભારતીય સીનિયર સિટિજનોએ 'તુલસી વિવાહ'ની ઉજવણી કરી :500 ઉપરાંત સભ્યોની ઉપસ્થિત :લાઈવ લગ્ન ગીતો સાથે વરઘોડો, લગ્ન વિધિનો કાર્યક્રમ યોજાયો

શિકાગો : 5 નવેમ્બર, 2022 ના રોજ શિકાગોના ભારતીય સીનિયર સિટિજનોએ  'તુલસી વિવાહ'ની ઉજવણી કરી હતી.શિકાગોના  કેરોલ સ્ટ્રીમ IL માં રાણા રેગન સેન્ટર ખાતે 'તુલસી વિવાહ'ની ઉજવણી કરવામાં આવેલ .આ સમારોહમાં 500 થી વધુ સભ્યોએ હાજરી આપી હતી. શિકાગોની ખૂબ જ લોકપ્રિય ગાયિકા નીપા શાહ અને શ્વેતા કોઠારી અને તેમના ગ્રુપ  દ્વારા લાઈવ લગના ગીતો સાથે વરઘોડો, લગન વિધિનો કાર્યક્રમ બપોરે 3 વાગ્યે શરૂ કરવામાં આવેલ  હતો.

 'તુલસી વિવાહ ક્રિષ્ના (લાલા) બાજુ યજમાન શ્રી ભૂપેન્દ્રભાઈ અને સુશ્રી જયાબેન રાણપરિયા હતા, તુલસી બાજુ યજમાન શ્રી તેજસ અને સુશ્રી ક્રિષ્ના શાહ હતા કાર્યક્રમની શરૂઆત ગાયિકા નીપા શાહ અને સ્વેતા કોઠારી એ ' ગણેશ સ્તુતિ થી શરૂઆત કરવામાં આવેલ  BSC ઉપપ્રમુખ બચુભાઈ પાઘડાળે  અને BSC મેનેજિંગ ટ્રસ્ટી પરસોતમભાઈ પંડ્યા દ્વારા તમામ BSC સભ્યોનું સ્વાગત કરેલ અને આમંત્રિત મહેમાનોને તુલસી વિવાહ  અને તમામ પ્રાયોજકોને શુભેચ્છાઓ પાઠવી .ત્યાર બાદ હિન્દુ પૂજારી રોહિત જોષી અને ઠાકોર ભટ્ટે સ્ટેપ બાય સ્ટેપ તમામ લગ્નવિધિ કરાવેલ .સુશ્રી

 લગનવિધિ દરમિયાન બીએસસીના સભ્ય શારદાબેન પાગડાળે  'લીલી લીલી નંદરાયજી ની વાડીયુ રે એમા ખીલ્યા છે.....તુલસી વિવાહ ગીત ગાયું. BSC ટ્રેઝરર શ્રી મદારસંગ ચાવડા અને જોઇન્ટ  ખજાનચી શ્રી ઈન્દુભાઈ વાઘાણી અને સુશ્રી દામિની પટેલે  'તુલસી વિવાહ' માટે દાન સ્વીકારવામાં મદદ કરી હતી સમારંભ દરમિયાન સેઠ લુઈસ કે જેઓ રાજ્ય પ્રતિનિધિ (આર) ડિસ્ટ્રિક્ટ 45 માટે ચૂંટણી લડી રહ્યા છે તેઓ તેમના માટે મત આપવા માટે મદદ કરવા વિનંતી કરેલ.
         
ફોટો અને માહિતી શ્રી જયંતિ ઓઝા દ્વારા.
 

(7:06 pm IST)