Gujarati News

Gujarati News

News of Saturday, 6th November 2021

અમેરિકાના દલાસ સીટી માટે 31 ઓક્ટોબર એક યાદગાર અને ઐતિહાસિક દિવસ બની રહ્યો : રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે ભારતીય એમ્બેસેડર શ્રી તરણજિત સિંધુ ,તથા કોન્સ્યુલેટ જનરલ શ્રી આસીમ મહાજને દલાસમાં હાજરી આપી : દલાસની બધી જ સામાજિક ધાર્મિક સંસ્થાના પ્રતિનિધિઓ સહીત 200 જેટલા સભ્યો હાજર રહ્યા


ટેક્સાસ : ઇન્ડિયન એશોશિએશન નોર્થ ટેક્સાસ તથા ઇન્ડિયન અમેરિકન ફ્રેન્ડશીપ અને મહાત્મા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટ આયોજિત દલાસ માટે આજનો દિવસ 31 ઓક્ટોબર એક યાદગાર અને ઐતિહાસિક દિવસ હતો.
31 ઓક્ટોબરનો દિવસ રાષ્ટ્રીય એકતા દિવસ અને આ દિવસે USA ખાતેના ભારતના ઉચ્ચ હોદ્દો ધરાવભારતીય એમ્બેસેડર શ્રી તરણજિત સિંધુ ,તથા કોન્સ્યુલેટ જનરલ શ્રી આસીમ મહાજન દલાસ પધારેલ તથા શ્રી સંદીપ ચૌધરી પધારેલ .

આ પ્રસંગે દલાસની બધી જ સામાજિક ધાર્મિક સંસ્થાના પ્રતિનિધિઓ પધારેલ. લગભગ 200 સભ્યો હાજર રહ્યા હતા.આ પ્રસંગે શ્રી  તરણજિને  જણાવેલ દલાસની મારી  યાત્રા આપ સહુને મળવાની અને શુભેચ્છા યાત્રા હતી.શ્રી આસીમ મહાજને જણાવેલ કે અમે દલાસમાં દર મહિને વિઝા અને પાસપોર્ટ અંગેના કેમ્પનું આયોજન કરીશું.

આ પ્રસંગે DFW ગુજરાતી સમાજ , ગુજરાતી સીનીઅર સોસાયટી પ્લેનો SLPS SPCS ખડાયતા પરિવાર DFW Hindu Temple ,કાર્યસિદ્ધ હનુમાન ટેમ્પલ ,BAPS ,ગુરુકુળ ટેમ્પલ ,ચેરીટેબલ ઓર્ગેનાઇઝેશન ( AAPI ,TIPS ,Chetna ,Vibha ,Ekal Hunger Mito Akshay Patra  UTI વગેરેના પ્રતિનિધિ પધારેલ . IANT Trusttee વોલેન્ટ તથા IAFC સભ્યો હાજર રહ્યા હતા.

મિટિંગ બાદ શ્રી તરણજિત સિંધુ અને આસીમ મહાજન દલાસમાં ઈરવિંગ ખાતે આવેલ ગાંધી મેમોરિયલ પાર્ક પધારેલ તથા ગાંધીજીને પુષ્પમાળા પહેરાવી હતી.આ પ્રસંગે ભારતના લોખંડી પુરુષને પણ યાદ કરીને તેમના જન્મ દિનની ઉજવણી કરવામાં આવી હતી.તેવું શ્રી સુભાષ શાહની યાદી જણાવે છે.

(1:19 pm IST)