Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

પરાજય થવાથી રઘવાયા બનેલા ડોનાલ્ડ ટ્રમ્પએ હારનું ઠીકરું મીડિયા ઉપર ફોડ્યું :ચૂંટણી સમયે મીડિયાએ મતદારોને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું : ચૂંટણીઓમાં હસ્તક્ષેપ કરવાથી મીડિયાને દૂર રાખવા જોઈએ

વોશિંગટન : અમેરિકામાં યોજાઈ ગયેલી પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં પરાજય થવાથી રઘવાયા થયેલા ડોનાલ્ડ ટ્રમ્પએ પરાજયનું ઠીકરું મીડિયા ઉપર ફોડ્યું છે.તેમણે જણાવ્યું હતું કે ચૂંટણીઓમાં હસ્તક્ષેપ કરવાથી મીડિયાને દૂર રાખવા જોઈએ

તેમણે ટવીટરના માધ્યમથી જણાવ્યું હતું કે ચૂંટણી સમયે મીડિયાએ મતદારોને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું છે.તેમણે ઉમેર્યું હતું કે ફોક્સ ન્યુઝ, કવીંનનીપીએક પોલ ,એબીસી,તથા વોશિંગટન પોસ્ટ જર્નલે કરેલા  સર્વેક્ષણે મારી ચૂંટણી ઉપર અસર કરી છે. ખાસ કરીને વિસ્કોસીન ,આયોવા સહિતના વિસ્તારોમાં મને પાછળ ગણાવ્યો હતો જયારે ત્યાંથી મને લીડ મળી છે. જે બાબતને ચૂંટણીમાં હસ્તક્ષેપ સમાન ગણવી જોઈએ તેમ જણાવ્યું હતું .

(1:59 pm IST)