Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

નવસારીના બે યુવાનોએ જીવન જોખમે અમેરિકાનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો :ગિનીઝ બુક ઓફ ઓફ રેકોર્ડમાં મળ્યું સ્થાન

વિસ્પી કાસદ અને વીસ્પી ખરાડીએ અણીદાર ખીલાઓ પર સૂઈને પેટ પર 37 તરબૂચ કાપ્યા

 

નવસારીના બે યુવાનોએ જીવના જોખમે વિક્રમ સર્જયો છે. નવસારીના વિસ્પી કાસદ અને વીસ્પી ખરાડી નામના બે યુવાનોએ અણીદાર ખીલાઓ પર ઊંઘીને 37 તરબુચ કાપી વિશ્વ વિક્રમ સ્થાપિત કર્યો છે.તેમને ગીનીઝ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે

   કારનામામાં વીસ્પી ખરાડી ખીલાઓ પર સુઈ ગયો ત્યારબાદ તેના પેટ પર તરબૂચ મુકવામાં આવ્યું, જેને વિસ્પી કાસદ તલવારથી કાપી છે. રીતે યુવાનોએ માત્ર 1 મિનિટમાં 37 તરબૂચ કાપી વિક્રમ સર્જ્યો, જેને ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા માન્ય રાખવામાં આવ્યો.

    અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ રેકોર્ડ અમેરિકાના નામે હતો, અમેરિકાના બિપિન લારકીન નામના એક વ્યક્તિએ એક મિનિટમાં પોતાના પેટ પર 27 તરબૂચ કાપી રેકોર્ડ નોંધાવ્યો હતો, જેને નવસારીના યુવાનોએ હવે તોડી નાખ્યો છે.

    અગાઉ પણ વિસ્પી કાસદ પોતાના કારનામાઓ ગીનીઝ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવી ચુક્યો છે. રેકોર્ડ સાથે તેણે પાંચમો ગીનીઝ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે.

(12:44 am IST)