Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

‘‘ગ્‍લોબલ હેલ્‍થકેર સમીટ'': આગામી ૨૮ થી ૩૦ ડીસેં.૨૦૧૮ દરમિયાન AAPIના ઉપક્રમે મુંબઇમાં કરાયેલું આયોજનઃ ભારતના રાષ્‍ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ સમીટનું ઉદઘાટન કરશે

મુંબઇઃ ‘‘અમેરિકન એશોશિએશન ઓફ ફીઝીશીઅન્‍શ ઓફ ઇન્‍ડિયન ઓરીજીન (AAPI)''ના ઉપક્રમે આગામી ૨૮ ડીસેં.૨૦૧૮ના રોજ મુંબઇ મુકામે શરૂ થનારી ૧૨મી વાર્ષિક ગ્‍લોબલ હેલ્‍થકેર સમિટનું ઉદઘાટન ભારતના રાષ્‍ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદના હસ્‍તે થશે. તેવું AAPI પ્રેસિડન્‍ટ ડો.નરેશ પરીખએ જણાવ્‍યું છે.

AAPI આયોજીત આ ગ્‍લોબલ હેલ્‍થકેર સમિટને ભારત સરકાર તથા GOPIOનો સહકાર મળશે. જેમાં વિશ્વ વિખ્‍યાત તેવા દેશ વિદેશના તબીબો હાજરી આપશે. મુંબઇ મુકામે તાજ પેલેસ ખાતે ૨૮ થી ૩૦ ડીસેં.૨૦૧૮ દરમિયાન યોજાનારી આ સમિટ માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે.

ભારતના લોકોને વિશ્વ સ્‍તરીય આરોગ્‍ય સેવાઓ વ્‍યાજબી કિંમતે મળી રહે તે માટે પ્રયત્‍ન કરવાનો આ સમિટનો હેતુ છે. જેમાં વિદેશોમાં વસત્તા ભારતના નિષ્‍ણાંત તબીબોની સેવાઓ મેળવવાનું આયોજન કરાશે. તથા રોડ અકસ્‍માતોથી થતા મૃત્‍યુ દર ઓછા કરવા આવા અકસ્‍માત ગ્રસ્‍ત લોકોને તાત્‍કાલિક સારવાર મળે તે માટે પોલીસત તંત્ર સહિત ડોકટરોના સહયોગ માટે આયોજન કરાશે તથા તેઓને ટ્રેનીંગ અપાશે.

ઉપરાંત લોકોમાં જોવા મળતા દર્દોના નિદાન તથા સારવાર માટે ૧૦૦ જેટલા નિષ્‍ણાંત કાર્ડીયોલોજીસ્‍ટ, ડોસ્‍ટ્રોલોજીસ્‍ટ, ઓન્‍કોલોજીસ્‍ટ, ઇમ્‍યુનોલોજીસ્‍ટ સહિતનાઓની સેવાઓ ઉપલબ્‍ધ કરાવવાનું આયોજન કરાશે.

ઉલ્લેખનીય છે કે ટી બી દર્દને જડમૂળથી નાબુદ કરવા AAPI દ્વારા ભારતના ૧૦ મુખ્‍ય શહેરોમાં આયોજનો કરાયા છે.

ત્રિદિવસિય સમિટમાં મનોરંજન માટે સાંસ્‍કૃતિક કાર્યક્રમો યોજાશે. જેમાં બોલીવુડની હસ્‍તિઓ ભાગ લેશે. વતનનું ઋણ ચૂકવવા વિદેશોમાં વસતા ૩૦૦ ઉપરાંત તબીબો આ સમિટમાં હાજરી આપી પોતાની સેવાઓ નોંધાવશે.

સમિટનું ઉદઘાટન કરવા રાષ્‍ટ્રપતિને આમંત્રણ આપવા ગયેલા મહાનુભાવો ડો.રવિ જહાગીરદાર, AAPI ચેરમેન GHS મુંબઇ ડો. રાજ ભાયાણી, AAPI પ્રેસિડન્‍ટ ડો.નરેશ પરીખ  તથા સ્‍ટ્રેટેજીક એડવાઇઝર શ્રી અનવર ફિરોઝ સિદીકી ભારતના રાષ્‍ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદને મળ્‍યા હતા. તેવું શ્રી અજય ઘોષની યાદી જણાવે છે.

વિશેષ માહિતી માટે htts://aapisummit.org/www.aapiusa.org દ્વારા સંપર્ક સાધવા જણાવાયું છે.

(10:22 pm IST)