Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત : કેનેડામાં ગુજરાતી સમાજ ઓફ કેલગરીના ઉપક્રમે નવરાત્રી ઉત્સવ ઉજવાશે : 6 તથા 7 અને 12 તથા 13 ઓક્ટો ના રોજ રાસ ગરબાની રમઝટ બોલશે

કેલગરી : કેનેડાના કેલગરીમાં છેલ્લા 43 વર્ષથી તમામ ગુજરાતી તહેવારો ઉજવતા ગુજરાતી સમાજ ઓફ કેલગરીના ઉપક્રમે 6 તથા 7 અને 12 તથા 13 ઓક્ટો ના રોજ નવરાત્રી ઉત્સવ ઉજવાશે.જે અંતર્ગત ૬ અને ૭ ઓક્ટોબર ના રોજ બી.એમ.ઓ સેન્ટર ખાતે અને ત્યારબાદ તારીખ ૧૨ અને ૧૩ ઓક્ટોબરના રોજ જેનેસીસ સેન્ટર ખાતે આયોજન કરાયું છે. જ્યાં અંદાજે 3500 જેટલા ખેલૈયાઓ રાસ ગરબાની રમઝટ બોલાવશે

આજથી લગભગ ૪૩ વર્ષ પહેલા ૧૭ ફેબ્રુ ૧૯૭૬ ની સાલમાં કેટલાક ગુજરાતી પરિવારોએ મળી ને ‘ગુજરાતી મંડળ ઓફ કેલગરી’ ની સ્થાપના કરી હતી અને આજે આ સુઘડ શહેરમાં નહી નહી તો લગભગ ૫ હજાર થી વધુ ગુજરાતી પરિવારો વસી રહ્યા છે. જેઓ દર વર્ષે નવરાત્રિ, દિવાળી, હોળી, ઉતરાયણ જેવા અનેક પર્વ અને કેટકેટલાયે સાંસ્કૃતિક કાર્યક્રમોને આનંદથી મનાવે છે, બિલકુલ એમ જ જાણે ગુજરાતમાં જ મનાવતા હોય.

(12:24 pm IST)