Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

હવે યુ.કે.માં ગ્રેજ્યુએટની ડિગ્રી મેળવનાર ભારત તથા વિદેશના સ્ટુડન્ટ્સ નોકરી શોધવા 2 વર્ષ સુધી રોકાઈ શકશે : 2012 ની સાલમાં તત્કાલીન પ્રાઈમ મિનિસ્ટર થેરેસા મે એ રદ કરેલી જોગવાઈ વર્તમાન સરકાર દ્વારા ફરીથી લાગુ કરાઈ : વિદેશી સ્ટુડન્ટ્સની ઘટી રહેલી સંખ્યાને ધ્યાને લઇ લેવાયેલો નિર્ણય

લંડન : યુ.કે.માં વિદેશોમાંથી વધુ અભ્યાસ માટે આવતા સ્ટુડન્ટ્સની સંખ્યામાં થઇ રહેલા ઉત્તરોત્તર ઘટાડાને ધ્યાને લઇ હોમ ડિપાર્ટમેન્ટએ 2012 ની સાલમાં તત્કાલીન પ્રાઈમ મિનિસ્ટર થેરેસા મે એ રદ કરેલી જોગવાઈ ફરીથી લાગુ કરી છે.જે મુજબ હવે  યુ.કે.માં ગ્રેજ્યુએટની ડિગ્રી મેળવનાર ભારત તથા વિદેશના સ્ટુડન્ટ્સ નોકરી શોધવા  2 વર્ષ સુધી રોકાઈ શકશે

ઉલ્લેખનીય છે કે 2012 ની સાલની જોગવાઈને કારણે વિદેશી સ્ટુડન્ટ્સ યુ.કે.કરતા ઓસ્ટ્રેલિયા ,કેનેડા ,સહિતના દેશો અભ્યાસ માટે વધુ પસંદ કરતા થઇ ગયા હતા.પરિણામે યુ.કે.માં આ સંખ્યા ત્રીજા ભાગની થઇ ગઈ હતી.જેથી વર્તમાન સત્તાધીશોએ ઉપરોક્ત નિર્ણય લીધો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:03 pm IST)