Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

અમેરિકાના ન્યુજર્સી જૈન સંઘમાં પર્યુષણ મહાપર્વની આરાધના કરાઇઃ પીસ ઓફ માઇન્ડ ફાઉન્ડેશન, રાજકોટના પ્રમુખશ્રી સમણ સુતપ્રજ્ઞજીના પ્રવચનથી ભાવિકો ભાવવિભોરઃ આગામી દિવસોેમાં મેમફિસ, ટેનેસી, સિનસિનાટી, ઓહ્યો તથા શિકાગોમાં પ્રવચન આપશે

        (દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ  પીફ ઓસ માઇન્ડ ફાઉન્ડેશન રાજકોટના  પ્રમુખ સમણ શ્રુતપ્રજ્ઞજી દ્વારા અમેરિકાના ન્યૂજર્સી જૈન સંઘમાં પર્યુષણ મહાપર્વની આરાધના કરાવવામાં આવી હતી. ભગવાન મહાવીરના સિદ્ધાંતો આધારિત રહસ્યો કર્મ જગતના, મૃત્યુ મંગલમય કેમ બને ? ઇચ્છાઓનું વર્તુળ, માંગલિક કેમ સાંભળવંુે નમોકાર મંત્ર અને ક્ષમા વિરોનું આભૂષણ છે- એ વિષયો ઉપર ફ્રેન્કલીન ટાઉનશીપમાં પ્રવચનો આપ્યા હતા.

         સવારના પ્રવચનોમાં શ્રી કલ્પસૂત્ર આધારિત પાંચ કર્તવ્યો, પ્રભાવક ગુરુ ભગવંતો, જિનશાસનની શ્રવિકો વગેરે વિષયો પર કાર્લ્ડવેલ જિનાલયમાં પ્રવચનો આપ્યા હતા. સિદ્ધિતપ અને અઠ્ઠાઇની તપસ્યાઓ પણ મોટા પ્રમાણમાં થઇ હતી.

         ૪૦-પ૦ વર્ષોથી અમેરિકામાં સ્થાઇ થયેલા ગુજરાતી જૈનો વચ્ચે સમણજીએ લોકભોગ્ય ગુજરાતી ભાષામાં પ્રવચનો આપ્યા હતા. રાત્રિકાલિન પ્રવચનોમાં હજારથી વધુ સંખ્યા થતી હતી. યુવાઓ પણ ઉત્સાહથી આ યજ્ઞમાં જોડાયા હતા.  સમણશ્રી ડો. ચંપા અને વેલજી બીડને ત્યાં રોકાયા હતા. આ પહેલા તેઓએ તલસા-ઓકલોહોમાં, ઓસ્ટીન-ટેકસાસ અને ફલોરિડાના પનામા સિટીમાં પ્રવચનો આપ્યા હતા. અહીંથી તેઓ મેમફિસ, ટેનેસી, સિનસિનાટી-ઓહાયો અને શિકાગોમાં પ્રવચનો આપશે. 

        

(10:09 pm IST)