Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

ઇન્ડિયન અમેરિકન શ્રી અનુરાગ સિંઘલની ફલોરિડા ફેડરલ જજ તરીકે નિમણુંકઃ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ નિમેલા ૧૭ જજમાં સ્થાન મેળવ્યું: સેનેટની બહાલી મળ્યે ફલોરિડાના સૌપ્રથમ ઇન્ડિયન અમેરિકન જજ બનશે

         વોશિંગ્ટન : ઇન્ડિયન અમેરિકન શ્રી અનુરાગ સિંઘલની  ફલોરિડાના ફેડરલ જજ તરીકે નિમણુંક થઇ છે. પ્રેસિડન્ટ ડોનાલ્ડ  ટમ્પ્રએ નીમેલા ૧૭ જજમાં તેમનો સમાવેશ થયો છે.  જે તમામને સેનેટની મંજુરી મળ્યે હોદો સંભાળશે.

         ઉલ્લેખનીય છે કે ફલોરિડામાં ઉપરોકત પદ ઉપર નિમણુંક પામનારા શ્રી અનુરાગ સૌપ્રથમ ભારતીય જજ બનશે.

         શ્રી સિંધલના માતા-પિતા ૧૯૬૦ ની સાલથી અમેરિકામાં સ્થાઇ થયા છે. શ્રી સિંધલે રાઇસ યુનિવર્સિટીમાંથી ગ્રેજયુએટની પદવી મેળવેલી છે. તથા વેક ફોરેસ્ટ   યુનિવર્સિટીમાં લો નો અભ્યાસ કરેલો છે.

(10:08 pm IST)