Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

સિંધી સમાજનો ચમકતો સિતારો ખરી પડ્યો : અગ્રણી વકીલ તથા ભારતના પૂર્વ કેન્દ્રીય મંત્રી રામ જેઠમલાણીના નિધન પ્રસંગે બ્રિટન સ્થિત ભારતીય મૂળના ઉદ્યોગપતિ ગોપીચંદ પરિવારએ શોક વ્યક્ત કર્યો

લંડન : યુ.કે.સ્થિત ભારતીય મૂળના ઉદ્યોગપતિ ગોપીચંદ હિન્દુજા પરિવારએ ભારતના અગ્રણી વકીલ તથા પૂર્વ કેન્દ્રીય મંત્રી રામ જેઠમલાણીના દુઃખદ અવસાન નિમિતે શોક વ્યક્ત કર્યો હતો તથા જણાવ્યું હતું કે સિંધી સમાજનો ચમકતો સિતારો ખરી પડ્યો છે.

સ્વ.રામ જેઠમલાણીએ 95 વર્ષની જૈફ વયે રવિવારે મુંબઈ મુકામે અંતિમ શ્વાસ લીધા હતા જેમને દેશના વડાપ્રધાન સહિતના તમામ અગ્રણીઓએ શ્રદ્ધાંજલિ આપી હતી.

(8:11 pm IST)