Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

અમેરિકામાં વસતા કાશ્મીરી પંડિતોએ વોશિંગટન પોસ્ટ અખબાર વિરુધ્ધ દેખાવો કર્યા : કાશ્મીરમાંથી 370 મી કલમ હટાવ્યાના ભારત સરકારના નિર્ણય વિરુદ્ધ એકતરફી મંતવ્ય દર્શાવવા બદલ નારાજગી વ્યક્ત કરી : અખબારે નિષ્પક્ષ અને તટસ્થ રિપોર્ટ હોવાનો બચાવ કર્યો

વોશિંગટન : અમેરિકામાં વસતા કાશ્મીરી પંડિતોએ તાજેતરમાં વોશિંગટન પોસ્ટ અખબાર વિરુધ્ધ દેખાવો કર્યા હતાં તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે. જે મુજબ કાશ્મીરમાંથી 370 મી કલમ હટાવ્યાના ભારત સરકારના નિર્ણય વિરુદ્ધ અખબારમાં એકતરફી મંતવ્ય દર્શાવવા બદલ નારાજગી વ્યક્ત કરી હતી.તથા કાશ્મીરમાં વસતા પંડિતોના ભૂતકાળમાં થયેલા નરસંહાર અને વતન છોડી જવાની મજબુરીની યાદ અપાવી હતી.

જોકે અખબારે પોતે પ્રસિધ્ધ કરેલા સમાચાર એકદમ તટસ્થ અને નિષ્પક્ષ હોવાનો બચાવ કર્યો હતો.સામે પક્ષે પાકિસ્તાન તરફી સમર્થકોએ મોદી સરકારની નિર્ણયની ટીકા કરતા દેખાવો કરી અખબારને સમર્થન આપ્યું હતું તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:35 pm IST)