Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

પાકિસ્તાનના લાહોરમાં શીખ અને સિંધમાં હિન્દૂ પછી હવે પંજાબ પ્રાંતમાં ખ્રિસ્તી બાળકીનું ફરજીયાત ધર્માંતર : છેલ્લા 15 દિવસમાં બળજબરી પૂર્વક ધર્મ પરિવર્તન કરાવવાનો ત્રીજો બનાવ

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં લઘુમતી કોમની સગીર બાળકીઓનું ફરજીયાત ધર્મ પરિવર્તનઃ કરાવી બળજબરી પૂર્વક મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવવાનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી.છેલ્લા 15 જ દિવસમાં લાહોરમાં શીખ અને સિંધમાં હિન્દૂ પછી હવે પંજાબ પ્રાંતમાં ખ્રિસ્તી  બાળકીનું ફરજીયાત ધર્માંતર કરાવવાની ઘટના બની છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

પ્રાપ્ત વિગત મુજબ પંજાબ પ્રાંતની  એક સ્કૂલના નાલાયક શિક્ષકે 15 વર્ષની ખ્રિસ્તી છોકરીનું બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવ્યું છે. પાકિસ્તાની પત્રકાર નાયલા ઇનાયતે શનિવારે આ ઘટનાની ટ્વીટ કરીને જાણકારી આપી છે.જે મુજબ આ સગીર બાળકી શેખપુરાની એક સરકારી સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. તે સ્કૂલનો શિક્ષક તેને મદરેસા લઇને ગયો અને ત્યાં બળજબરીપૂર્વક ઇસ્લામ ધર્મ કબૂલ કરાવ્યો.  હવે મુસ્લિમ બન્યા બાદ પીડિતા તેના ઘરે નહિ જઇ શકે. પીડિતાનું નામ ફૈઝ મુખ્તાર રાખવામાં આવ્યું છે. એટલું જ નહીં  છોકરીના પરિવારજનોનું પણ બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું છે. સ્કૂલનો શિક્ષક છોકરીઓને અરબી ભાષા શીખવાડતો હતો. છોકરીના માતા-પિતાનું કહેવું છે કે મદરેસામાં તેનું ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું. હવે આ ગરીબ પરિવારનું પણ ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું છે.

(12:01 pm IST)