Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

''ટી.બી.ફ્રી ઇન્ડિયા'': ભારતમાંથી ટી.બી.દર્દને ૨૦૨૫ની સાલ સુધીમાં નાબુદ કરવાનું અભિયાનઃ AAPIના સહયોગ સાથે વિનામૂલ્યે નિદાન,સારવાર,તથા રોગ થતો અટકાવવા માર્ગદર્શન અપાશે

હૈદ્દાબાદઃ ભારતમાંથી ટી.બી.રોગને ૨૦૨૫ની સાલ સુધીમાં નાબુદ કરી દેવા કેન્દ્ર સરકાર દ્વારા ચલાવાઇ રહેલા ટી.બી.ફ્રી ઇન્ડિયા અભિયાનને સફળ બનાવવા ''અમેરિકન એશોશિએશન ઓફ ફીઝીશીઅન્શ ઓફ ઇન્ડિયન ઓરીજીન (AAPI)એ સાથ આપવાનું નક્કી કર્યુ છે. જે માટે હૈદ્દાબાદ ખાતે યોજાયેલી ૧૩મી વાર્ષિક ગ્લોબલ હેલ્થકેર સમિટમાં ટી.બી.ફ્રી ઇન્ડિયા સૂત્ર રાખવામાં આવ્યું હતું.

આ અભિયાનને સફળ બનાવવા માટે AAPIના મેમ્બર્સ ટી.બી.નિદાન સારવાર તથા ટી.બી.રોગ થતો અટકાવવા માર્ગદર્શન આપવાના કાર્યમાં જોડાશે.

(11:24 am IST)