Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

આ વર્ષે 15 ઓગસ્ટના દિવસે ભારતીય દૂતાવાસ સામે પાકિસ્તાની નાગરિકોને દેખાવો કરવાની મંજૂરી આપતા નહીં : બ્રિટનના પ્રાઈમ મિન્સ્ટર બોરિસ જોન્સન સમક્ષ ભારતીય મૂળના નાગરિકોની માંગણી

લંડન : દર વર્ષે બ્રિટનમાં ભારે ઉમંગપૂર્વક 15 ઓગસ્ટના રોજ ભારતની આઝાદીનો જશ્ન મનાવાય છે.પરંતુ આ દિવસે પાકિસ્તાન અને ખાલિસ્તાન સમર્થકો ભારતીય દૂતાવાસ બહાર એકઠા થઇ દેખાવો કરી હિંસાનું વાતાવરણ ફેલાવે છે.
            આ વર્ષે એવું ન થાય તે માટે ભારતીય મૂળના નાગરિકોએ પ્રાઈમ મિનિસ્ટર બોરિસ જોન્સન સમક્ષ રજુઆત કરી પત્ર લખ્યો છે.જે લંડનના મેયર તથા હોમ ડિપાર્ટમેન્ટને મોકલવામાં આવ્યો છે.જેમાં ગયા વર્ષે પાકિસ્તાની તથા ખાલીસ્તાની સમર્થકોએ ભારતીય દૂતાવાસ સામે કરેલા દેખાવો દરમિયાન આચરેલી હિંસાનો ઉલ્લેખ કર્યો છે.તથા બ્રિટનના આર્થિક ,સામાજિક ,તેમજ શૈક્ષણિક સહીત તમામ ક્ષેત્રે જોડાયેલા ભારતીય મૂળના નાગરિકોની સુરક્ષા કરવા અને તેઓની લાગણી ધ્યાનમાં લેવા અનુરોધ કરાયો છે.

(8:41 pm IST)