Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રેસ કોન્ફરન્સ સ્થગિત કરી દેવાઈ : વ્હાઈટ હાઉસની બહાર ગોળીબાર : પત્રકારો પણ વ્હાઈટ હાઉસમાં જ કેદ : ડોનાલ્ડ ટ્રમ્પ સહીત બધા હેમખેમ

વોશિંગટન : અમેરિકામાં વ્હાઈટ હાઉસની બહાર ગોળીબાર થતા તે સમયે ચાલી રહેલી પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રેસ કોન્ફરન્સ સ્થગિત કરી દેવાની ફરજ પડી હતી.પ્રેસિડેન્ટની સુરક્ષામાં તહેનાત સિક્રેટ સર્વિસ ગાર્ડ્સે ટ્રમ્પને પોડિયમથી હટાવી દીધા હતા. અને વ્હાઈટ હાઉસની ચારેય બાજુ સુરક્ષા વધારી દેવામાં આવી હતી. પત્રકારો પણ વ્હાઈટ હાઉસમાં જ કેદ થઈ ગયા હતા.

થોડીવાર પછી ટ્રમ્પ ફરી આવ્યા અને જણાવ્યું કે, વ્હાઈટ હાઉસની બહાર કોઈ અજાણી વ્યક્તિને ગોળી મારવામાં આવી છે. જેને ગોળી વાગી છે તેની પાસે પણ હથિયાર હતા. સિક્રેટ સર્વિસે ટ્વિટ કરીને જણાવ્યું કે, કોઈ શંકાસ્પદ વ્યક્તિએ તેમના ઓફિસરને ગોળી મારી છે. તેને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો છે. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.

ટ્રમ્પનું કહેવું છે કે, શંકાસ્પદની ઓળખ અને તેનો હેતુ ખબર પડી નથી. પરંતુ એવું નથી લાગતું કે તેનો પ્રેસિડન્ટ હાઉસને કોઈ નુકસાન પહોંચાડવાનો હેતુ હતો. ઘટના વ્હાઈટ હાઉસની બહાર થઈ છે. સુરક્ષામાં ખામી જેવી કોઈ વાત નથી. ટ્રમ્પે સિક્રેટ સર્વિસના વખાણ કરતાં કહ્યું છે કે, હું મારી જાતને બહુ સુરક્ષિત અનુભવુ છું.

(11:51 am IST)