Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

તુર્કીના સુપ્રસિદ્ધ મ્યુઝીયમને મસ્જિદમાં ફેરવી નાખવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ : ચૂંટણીનો મુદ્દો બનેલા મ્યુઝીયમને મસ્જિદમાં ફેરવી નાખવાની કટ્ટરવાદી મુસ્લિમોની માંગણી સંતોષાઈ

ઇસ્તંબુલ : તુર્કીની સુપ્રીમ કોર્ટે ઈસ્તંબુલના સુપ્રસિદ્ધ મ્યુઝીયમને મસ્જિદમાં ફેરવી નાખવાનો આદેશ આપ્યો છે.ચર્ચ તરીકે નિર્માણ પામેલ આ ઇમારતને 1453 ની સાલમાં મસ્જિદ તરીકે ફેરવી નાખવામાં આવી હતી.ત્યારબાદ ફરીથી 1935 ની સાલમાં ત્યાં મ્યુઝીયમ બનાવાયું હતું.

આ ઇમારતને ફરીથી મસ્જિદમાં ફેરવી નાખવાની કટ્ટર ઇસ્લામ પંથીઓની માંગણી હતી.જે સુપ્રીમ કોર્ટે માન્ય રાખી છે.અને ત્યાં મસ્જિદ બનાવી નાખવાનો હુકમ કર્યો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:10 pm IST)