Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

યુ.એસ.માં ન્યુજર્સી સ્થિત ભારતીય મૂળના યુવાન ભાવિન પટેલને ૧ વર્ષની જેલસજાઃ થાઇલેન્ડના રસ્તેથી ગેરકાયદે વીઝાધારકોની માનવ તસ્કરી કર્યાની કબૂલાત

ન્યુજર્સીઃ થાઇલેન્ડના રસ્તેથી ગેરકાયદે વીઝાધારકોને અમેરિકામાં ઘુસાડવાના આરોપસર ન્યુજર્સી સ્થિત ભારતીય મૂળના યુવાન ૩૯ વર્ષીય ભાવિન પટેલને ૧ વર્ષ અને ૧ દિવસની જેલસજા થઇ છે ભાવિને કોર્ટમાં પોતા ઉપરનો આરોપ કબૂલી લીધો હતો.

ભારતીયોને ગેરકાયદે ઘુસાડવાના આરોપ અંગેની તપાસ ૨૦૧૩ની સાલમાં શરૂ કરાઇ હતી. જેના અનુસંધાને આરોપી ભાવિનની ગયા વર્ષે ડિસેમ્બર માસમાં ધરપકડ કરાઇ હતી. તેવું સમાચાર  સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:39 pm IST)