Gujarati News

Gujarati News

News of Wednesday, 10th July 2019

હવે NRI ને ગિફ્ટ રૂપે અપાતી રકમ તથા પ્રોપર્ટી ઉપર ટેક્સ લાગશે : 2019-20 ની સાલના બજેટમાં કરાયેલી જોગવાઈ

ન્યુદિલ્હી : 2019-20 ની સાલના કેન્દ્ર સરકારના બજેટમાં કરાયેલી જોગવાઈ મુજબ અમુક બ્લડ રિલેટિવ સિવાયના NRI ને ગિફ્ટ રૂપે અપાતી રકમ તથા પ્રોપર્ટી ઉપર ટેક્સ લાગશે જે ભારતના ટેક્સ સ્લેબ મુજબ NRI એ ભરવાનો રહેશે

અત્યાર સુધી બ્લડ રિલેટિવ સહીત તમામ  NRI ને ગિફ્ટ રૂપે અપાતી રકમ તથા પ્રોપર્ટી ટેક્સના દાયરામાંથી મુક્ત હતી કારણકે જે તે દેશમાં તેનો ટેક્સ ભરવાનો થતો હતો.પરંતુ હવે માત્ર બ્લડ રિલેટિવ સિવાયના તમામ NRI ને 50 હજાર કે  તેથી વધુ રોકડ રકમ કે પ્રોપર્ટીની  ગિફ્ટ  ઉપર ટેક્સ ચૂકવવાનો રહેશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:10 pm IST)