Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

અમેરિકાના ૨૦૨૦ની સાલના પ્રેસિડન્ટ પદના ઉમેદવાર સુશ્રી કમલા હેરિસનું ચૂંટણી ફંડ કમ્પેન પૂર જોશમાં: ૩૦ જુન ૨૦૧૯ના રોજ પૂરા થતા બીજા કવાર્ટરમાં ૧૨ મિલીયન ડોલર ભેગા કર્યા

કેલિફોર્નિયાઃ ૨૦૨૦ની સાલના અમેરિકાના પ્રેસિડન્ટ પદના મહિલા ઉમેદવાર તથા સેનેટર ઇન્ડિયન અમેરિકન ડેમોક્રેટ સુશ્રી કમલા હેરીસએ ૩૦ જુન ૨૦૧૯ના રોજ પૂરા થતા બીજા કવાર્ટરમાં ૧૨ મિલીયન ડોલરનું ફંડ ભેગુ કરી લીધુ છે. તેમના ચૂંટણી પ્રચાર માટે ફંડ આપનારા મતદારોમાં ૧ લાખ ૫૦ હજાર નવા મતદારો છે. સરેરાશ ૩૯ ડોલરનું ફંડ ભેગુ થયુ છે. જાન્યુ થી જુન ૨૦૧૯ સુધીના બન્ને કવાર્ટરનું મળી તેમના ચૂંટણી કમ્પેન માટેનું ફંડ ૨૩ મિલીયન થયું છે.

જો કે પ્રેસિડન્ટ પદની રેસ માટેના અન્ય ડેમોક્રેટ ઉમેદવારોમાં તેઓ ૪થા ક્રમે છે. જે પૈકી સાઉથ બેન્ડ મેયર પિટ બટીગીગ ૨૪.૮ મિલીયન, પૂર્વ વાઇસ પ્રેસિડન્ટ જો બિડેન ૨૧.૫ મિલીયન, તથા સેનેટર બર્ની સેન્ડર્સ ૧૮ મિલીયન ડોલરના ફંડ સાથે બીજા કવાર્ટરમાં સુશ્રી કમલા હેરિસના ૧૨ મિલીયન ડોલર ફંડ કરતા આગળ છે.

(8:16 pm IST)