Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

ઇઝરાયેલમાં ગુજરાતની કલાનો અદભુત વૈભવ :દેશના વિવિધ લોક નૃત્યોની ઝાંખી કરાવતા ગુજ્જુ કલાકારોએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું

“MAATAF” World Falk Festivalમાં ઇઝરાયેલમાં ગુજરાતના કલાકારો છવાયા

ઇઝરાયેલમાં ગુજરાતની કલાનો અદભુત વૈભવ પાથર્યો હતો દેશના વિવિધ લોક નૃત્યોની ઝાંખી કરાવતા ગુજ્જુ કલાકારોએ  MAATAF” World Falk Festivalમાં ઇઝરાયેલ ખાતે ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ હતું  અને ભારત દેશ ના વિવિધ લોક નૃત્યો કરી તમામ દેશો ને નૃત્ય દ્વારા પ્રભાવિત કરાયા હતા કલાકરો દ્વારા જેરુસલેમ, તેલા વીવ, હાઈફા જેવા મોટા શહેરોમાં કાર્યક્રમો કરવામાં આવ્યા. હતા

  કલાકારોમાં સૂરેશ વાળંદ , વનિતા વાળંદ, ભરત વાળંદ, પાર્થ વ્યાસ , દત્તાત્રેય વ્યાસ , નિરવ ત્રિવેદી, પાયલ ત્રિવેદી, મહેંદ્ર પટેલ, ઉષા પટેલ, અર્પિતા ત્રિવેદી , કુશ તથા અન્ય કલાકારો એ દેશ નું પ્રતિનિધિત્વ કર્યું. હતું

સેતુ Performing Art 's ના કલાકારોની વૈશ્વિક સ્તરે ઈઝરાયેલની 'MAATAF' એ પસંદગી કરી હતી.

આ કલાકારોએ અમદાવાદ , ગુજરાત અને ભારત નું ગૌરવ વધાર્યું.  હતું

ઇઝરાયેલમાં અવાર નવાર કલ્ચરલ પ્રોગ્રામ યોજાતા રહે છે જેમાં ભારતમાંથી ખાસ કલાકારોને આમંત્રિત કરવામાં આવે છે.ગુજરાતી કલાકારોને શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. .

(9:42 pm IST)