Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

ન્યૂજર્સીના એડિસન મેયર તરીકેની પ્રાઈમરી ચૂંટણીમાં ઇન્ડિયન અમેરિકન શ્રી સેમ જોશી વિજેતા : 5,995 એટલે કે 61.6 ટકા મતો મેળવી નજીકના પ્રતિસ્પર્ધી ઇન્ડિયન અમેરિકન શ્રી મહેશ ભાગીયાને પરાજિત કર્યા

ન્યુજર્સી : ન્યૂજર્સીના એડિસન મેયર તરીકેની પ્રાઈમરી ચૂંટણીમાં ઇન્ડિયન અમેરિકન શ્રી સેમ જોશી વિજેતા થયા છે. 8 જૂનના રોજ યોજાયેલી ડેમોક્રેટિક પાર્ટીની પ્રાઈમરી ચૂંટણીમાં તેમણે 5,995 એટલે કે  61.6  ટકા મતો મેળવી નજીકના પ્રતિસ્પર્ધી ઇન્ડિયન અમેરિકન શ્રી મહેશ ભાગીયાને પરાજિત કર્યા છે.જેઓને 3,185 એટલે કે  32.7 ટકા મતો મળ્યા
હતા.જયારે ત્રીજા હરીફ આર્થર એસ્પોસિટોને 546 એટલે કે  5.6 ટકા મતો મળ્યા હતા.

આખરી ચૂંટણીમાં શ્રી જોશી રિપબ્લિકન ઉમેદવાર ડબલ્યુ કૈથને ટક્કર આપશે.

શ્રી જોશીનો જન્મ અને ઉછેર એડિશનમાં થયા છે.તેઓ એડિશન ટાઉનશીપ કાઉન્સિલમાં વાઇસ પ્રેસિડન્ટ તરીકેનો હોદ્દો ધરાવે છે.તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(1:41 pm IST)
  • આખરે ટીએમસી માંથી ભાજપમાં શામેલ થયેલ બંગાળના દિગ્ગજ નેતા મુકુલ રોયની ઘર વાપસી થઈ : ફરી ટીએમસીમાં જોડાયા : ભાજપ માટે શરમજનક ઘટના : હજુ ઘણાં ધારાસભ્યો સહિત ભાજપના નેતાઓ પણ તેમની મૂળ પાર્ટી ટીએમસીમાં પાછા જાય તેવી સંભાવના : CM મમતા બેનર્જી બપોરે 3.30 વાગ્યે ટીએમસી ભવન ખાતે પ્રેસ કોન્ફરન્સ કરશે તેમ જાણવા મળે છે. (ન્યુઝફર્સ્ટ) access_time 2:42 pm IST

  • સીનીયર ક્લાર્ક માટેની પરીક્ષા ૩૧ જુલાઈએ લેવાશે : ગૌણ સેવા પસંદગી મંડળે સીનીયર ક્લાર્કની પરીક્ષા માટેની તારીખ જાહેર કરી દીધી. હવે ૩૧ જુલાઈએ લેવાશે સીનીયર ક્લાર્ક માટેની પરીક્ષાઓ લેવાશે. અગાઉ ૨૪ જુલાઈનુ આયોજન હતુ પરંતુ હવે તે તારીખ થોડી પાછી લઈ જાય અને ૩૧ જુલાઈ કરવામાં આવી છે. access_time 9:53 pm IST

  • પૂર્વ પોલીસ કમિશ્નર પરમ બીરસિંહને સુપ્રીમ કોર્ટની પડી ફિટકાર : કોર્ટે કહ્યું કે "તમે 30 વર્ષ સુધી મહારાષ્ટ્ર કેડરની સેવા કરી અને હવે કહો કે તમને રાજ્ય પોલીસમાં વિશ્વાસ નથી - આ ખૂબ આઘાતજનક બાબત કહેવાય". સુપ્રિમ કોર્ટે શુક્રવારે મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમ બીરસિંહે તેમની સામે મહારાષ્ટ્રમાં નોંધાયેલા તમામ ગુનાહિત કેસોને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન અથવા અન્ય કોઈ સ્વતંત્ર એજન્સીમાં સ્થાનાંતરિત કરવાની અરજીની સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટ સાફ ઇનકાર કર્યો access_time 12:49 pm IST