Gujarati News

Gujarati News

News of Wednesday, 9th June 2021

CFO ઓફ ધ ઈયર 2021 : ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી જુલી પટેલને ટેમ્પા બિઝનેસ જર્નલે બિરુદ આપી બિરદાવ્યા

ટેમ્પા ફ્લોરિડા : ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી જુલી પટેલને ટેમ્પા બિઝનેસ જર્નલે CFO  ઓફ ધ ઈયર  2021નું બિરુદ આપી બિરદાવ્યા  છે.

સુશ્રી પટેલ એમબીએની ડિગ્રી ધરાવે છે, તેઓ સેન્ટ્રલ ફ્લોરિડા બિહેવિયરલ હેલ્થ નેટવર્કના ચીફ ફાયનાન્સિયલ ઓફિસર ( CFO ) છે.

કંપનીએ સુશ્રી પટેલને તેમની મહેનત બદલ ફેસબુકના માધ્યમ દ્વારા અભિનંદન આપ્યા છે.તથા તેમના માટે ગૌરવ વ્યક્ત કર્યું છે.તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(7:07 pm IST)
  • ગુજરાતમાં કોરોનાની બીજી લહેર પુરી થવાના આરે - આજે ઘણા મહિને રાજ્યમાં 500ની અંદર નવા કોરોના કેસ નોંધાયા : રાજ્યમાં નવા કોરોના કેસ ઘટીને આજે ફક્ત 481 નોંધાયા અને સામે 1526 દર્દીઓ સાજા થયા : આ સાથે આજે રાજકોટ શહેર - જિલ્લામાં પણ કોરોના થાક્યો : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 24 અને ગ્રામ્યના 10 કેસ સાથે કુલ ફક્ત 34 નવા કોરોના ના કેસ નોંધાયા : અને સાથે રાજકોટ શહેર - જિલ્લામાં આજે કુલ 41 દર્દીઓ સાજા થયા access_time 7:46 pm IST

  • ખૂબ જલ્દી કેન્દ્રીય કેબિનેટમાં ફેરફારની તૈયારી : પીએમ મોદીની ગૃહમંત્રી અમિતભાઇ શાહ અને જેપી નડ્ડા સાથેની બેઠક મોડી રાત્રે પુરી થઈ : પીએમ મોદી કાલે ધર્મેંદ્ર પ્રધાન, નરેન્દ્ર સિંહ તોમર, ગજેન્દ્ર સિંહ શેખાવત, મહેન્દ્ર નાથ પાંડેય, હરદીપ પુરીની સાથે તેમની સાથે સંબંધિત મંત્રાલયોના કામોની સમીક્ષા કરશે : કેબિનેટમાં બહુ મોટા પરિવર્તનો તુરંત માં થશે તેમ PMO ના સુત્રો થકી જાણવા મળે છે (ન્યૂઝફર્સ્ટ) access_time 11:41 pm IST

  • કોવિડ મહામારી અને લોકડાઉનથી અર્થતંત્રને ફટકો પડતા તેલંગાણાના મુખ્યમંત્રીએ રાજ્યની મહેસૂલ વધારવા માટે રાજ્ય સરકાર હસ્તકની રૂ .20,000 કરોડની જમીનો વેચવાની પ્રક્રિયા શરૂ કરી છે. વધુ બે રાજ્ય સરકારો પણ નજીકના ભવિષ્યમાં પોતાની લેન્ડ બેંક વેચવાની યોજના બનાવી રહી હોવાનું જાણવા મળે છે. (ન્યૂઝફર્સ્ટ) access_time 11:16 am IST