Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

પહેલા સંસદની ગરિમા મુજબના કપડાં પહેરો ,પછી સંસદમાં આવો : પીળું ટોપ અને ટાઈટ ટ્રાઉઝર પહેરીને આવેલા મહિલા સાંસદને ટાન્ઝાનિયા સ્પીકરે બહાર કાઢી મૂક્યા

ટાન્ઝાનિયા :  ટાન્ઝાનિયાની સંસદમાં પીળું ટોપ અને ટાઈટ ટ્રાઉઝર પહેરીને આવેલા મહિલા સાંસદને ટાન્ઝાનિયા સ્પીકરે બહાર કાઢી મૂક્યા હતા. તથા જણાવ્યું હતું કે પહેલા સંસદની ગરિમા મુજબના કપડાં પહેરો ,પછી સંસદમાં આવો .

મહિલાઓ ગમે તેટલા મોટા  હોદ્દા પર હોય તો પણ, તેમના કપડાં વિશે નિર્ણય કરવો તે એટલું સરળ નથી. તે ટાન્ઝાનિયાની  સંસદમાં જોવા મળ્યું છે, જ્યાં એક મહિલા સાંસદને ફક્ત તેના પેન્ટ્સ 'ટાઇટ ફીટિંગ' હોવાના કારણે સંસદમાંથી બહાર કાઢી મુકવામાં આવી હતી.

ટાન્ઝાનિયાની આ મહિલા સાંસદ, કન્ડેસ્ટર સિચવાલેને સંસદ અધ્યક્ષ દ્વારા બહાર કાઢી મુકવામાં આવી હતી. તથા સ્પીકર જોબ દુગાઈએ મહિલા સાંસદને કહ્યું, 'પહેલા સંસદની ગરિમા મુજબ કપડાં પહેરો અને પછી સંસદમાં આવો.' આ સમગ્ર મામલો ત્યારે શરૂ થયો જ્યારે એક પુરુષ સાંસદ, હુસેન અમરે, કંડિસ્ટરનાં કપડાં જોતાં કહ્યું, 'આપણી કેટલીક બહેનો વિચિત્ર વસ્ત્રો પહેરે છે. તેઓ સમાજને શું બતાવી રહ્યા છે? '

અન્ય મહિલા ધારાસભ્યોએ  કોન્ડેસ્ટરને  સંસદમાંથી કાઢી મુકવા મામલે રોષ વ્યક્ત કર્યો છે. તથા સ્પીકરને આ મામલે માફી માંગવા કહ્યું છે.

અમુક સાંસદોએ કહ્યું હતું  કે આ પહેલીવાર નથી જ્યારે મહિલા સભ્યોના કપડા અંગે ફરિયાદ મળી હોય. તેમણે સંસદના સુરક્ષા જવાનોને નિર્દેશ પણ આપ્યા હતા કે જો કોઈ અયોગ્ય કપડાંમાં જોવામાં આવે તો તેને ગૃહમાં પ્રવેશવા દેવા  જોઈએ નહીં. તેવું એચ.ટી.દ્વારા જાણવા મળે છે.

(1:46 pm IST)