Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

''મીટ એન્ડ ગ્રીટ ડિનર ગાલા બેન્કવેટ'': યુ.એસ.ના ન્યુજર્સીમાં ૧૪ જુન ૨૦૧૯ના રોજ IGFFના ઉપક્રમે યોજાનારો પ્રોગ્રામઃ આમંત્રિતો માટેના આ પ્રોગ્રામમાં શ્રી મલહાર ઠકકર તથા સુશ્રી મોનલ ગજ્જર સાથે મીટ એન્ડ ગ્રીટની તક

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ યુ.એસ.માં વાડીલાલ ઇન્ટર નેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટીવલના ઉપક્રમે ૧૪ જુન ૨૦૧૯ના રોજ ''મીટ એન્ડ ગ્રીટ ડિનર ગાલા બેન્કવેટ'' પ્રોગ્રામનું આયોજન કરાયું છે.

TVAsia ,૭૬,નેશનલ રોડ, એડિસન ન્યુજર્સી મુકામે યોજાનારા આ ગાલા બેન્કવેટ પ્રોગ્રામનો સમય સાંજે સાત વાગ્યાનો રાખવામાં આવ્યો છે.

આમંત્રિતો માટેના આ પ્રોગ્રામમાં શ્રી મલહાર ઠકકર તથા સુશ્રી મોનલ ગજજર સાથે મીટ એન્ડ ગ્રીટની તક મળશે. જેમાં શામેલ થવા માટે ૧૦ વ્યકિતના ટેબલના ૮૦૦ ડોલર ૫ વ્યકિતના ૫૦૦ ડોલર, કપલના ૨૫૦ ડોલર તથા ૧ વ્યકિતના ૧૫૦ ડોલર રાખવામાં આવ્યા છે. સીટ રિઝર્વ કરવા માટેની છેલ્લી તારીખ ૧૩ જુન ૨૦૧૯ છે.

વિશેષ માહિતી શ્રી પિનાકીન પાઠક ૬૦૯-૬૧૦-૧૯૨૦ અથવા ડો.તુષાર પટેલ (૮૪૮)૩૯૧-૦૪૯૯ દ્વારા મળી શકશે તેવું શ્રી તુષાર પટેલની યાદી જણાવે છે.

(8:44 pm IST)
  • હવામાન ખાતાની તા. 11.6.19 થી તા. 14.6.19સુધી ની વાવાઝોડાની આગાહી મુજબની સૂચના મુજબ તા.12.06.19ના રોજ યોજાનાર ગંગા દશેરા ઉત્સવ નો કાર્યક્રમ સંપૂર્ણપણે રદ કરવામાં આવેલ છે, તેમ જનરલ મેનેજર - શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા જાણવા મળે છે. access_time 11:55 pm IST

  • દિલ્હીમાં ઓલ ટાઈમ હાઈ ગરમી : ૪૮ ડિગ્રી : ભયાનક હીટ-વેવમાં પાટનગર :૯ જૂન ૨૦૧૪ નો ૧૦ જૂન ૨૦૧૯ એ ૪૭.૮ ડિગ્રી ગરમીએ રેકોર્ડ તોડી નાખ્યો access_time 11:29 pm IST

  • નવસારી : વાંસદા તાલુકામાં વાતાવરણમાં પલટો : વાંસદા તાલુકામાં ધોધમાર વરસાદ ની શરૂઆત : વાંસદા તાલુકામાં વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી : વાંસદા તાલુકામાં આવેલ વાતાવરણમાં પલટા થી લોકોને ગરમીમાં રાહત access_time 4:54 pm IST