Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

''ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ (IGFF)'': અમેરિકાના ન્યુજર્સીમાં ૧૫ તથા ૧૬ જૂન દરમિયાન ઉજવાનારો ફિલ્મોત્સવઃ ગુજરાતી સિનેમા સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો હેતુઃ ફીચર ફિલ્મ, ડોકયુમેન્ટરી ફિલ્મ, શોર્ટ ફિલ્મ, એવોર્ડ સેરિમની, રેડ કાર્પેટ પ્રોગ્રામ, તેમજ ફિલ્મ મેકર્સ માટે નેટ વર્કીગની તકો સહિતના આયોજનો

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સી : IGFF વિશે વાડીલાલ આંતરરાષ્ટ્રીય ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ (IGFF)નો મુખ્ય હેતુ ગુજરાતી સિનેમા સંસ્કૃતિને વ્યાપક ધોરણે પ્રોત્સાહન આપવાનો અને ગુજરાતી ફિલ્મ-જગત પ્રત્યે જેમનું પ્રસંશનીય યોગદાન છે તેમને શ્રેણીબદ્ધ પુરસ્કારો દ્વારા પ્રોત્સાહિત કરવાનો છે. તદુપરાંત આ ફેસ્ટિવલ, ફિલ્મ નિર્માતાઓ અને કલાકારોને આંતરરાષ્ટ્રીય સિનેમેટિક જ્ઞાન વધારવાની અને એક વિશાળ નેટવર્ક સાથે સાંકળવાની તક આપે છે જેથી અન્ય ફિલ્મ ઉદ્યોગની સરખામણીમાં પોતાનું એક આગવું સ્થાન મેળવી શકે.

IGFFનો ઉદેશ્યઃ ઓગસ્ટ ૨૦૧૮માં ન્યુજર્સી ખાતે ૪૫૦૦ થી પણ વધારે પ્રેક્ષકો સાથે યોજાયેલ IGFFની પ્રથમ આવૃતિની શાનદાર સફળતા બાદ IGFFની દ્વિતીય આવૃતિ અમેરિકામાં લોસ એન્જલસ ખાતે ૭ થી ૯ જુન તથા ન્યુજર્સી ખાતે ૧૫ અને ૧૬ જૂન દરમિયાન એમ ૨ શહેરોમં યોજાશે. આ વર્ષે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ હોલીવુડ પહોચશે અને ગુજરાતી ફિલ્મ નિર્માતાઓ, અભિનેતાઓ અને બાકીના તમામ સભ્યોએ પાંગરેલા સપનાઓને સાકાર કરશે તથા આખી દુનિયાને ગુજરાતી ફિલ્મ ઉદ્યોગથી વાકેફ કરશે.

IGFFનો ધ્યેય એ દર્શાવવાનો છે કે ગુજરાતી સિનેમામાં પણ એવી સ્ક્રિપ્ટો અને ફિલ્મો બનાવવાની ક્ષમતા છે જે કોઇ અન્ય ફિલ્મ ઉદ્યોગ સાથે ખભા થી ખભા મેળવી શકે છે. આ ફિલ્મ ફેસ્ટિવલની પહેલ શ્રી કૌશલ આચાર્ય- Rostrum Media  અને 1947 Production and Enterainment.inc. દ્વારા સંયુકત રીતે કરવામાં આવેલ છે.

ફેસ્ટિવલ ડિરેકટર વિશેઃ શ્રી ઉમેશ શુકલાએ ઘણા ગુજરાતી નાટકો અને બોલીવુડ ફિલ્મોના પ્રસંશક દિગ્દર્શક, લેખક અને અભિનેતા છે. તેમણે યુટીવી મોશન પિકયર્સ સાથે તેમની દિગ્દર્શકની કારકિર્દીની શરૂઆત કરી હતી અને તેમની પ્રથમ દિગ્દર્શક તરીકેની ફિલ્મ હતી 'ઓહ! માય ગોડ'. આ ઉપરાંત ઓલ ઇઝ વેલ અને હાલમાં જ રિલીઝ થયેલી તેમની ત્રીજી ફિલ્મ ''૧૦૨નોટ આઉટ' પણ સફળ રહી જેમાં સદીના મહાનાયક બચ્ચન અને ઋષિ કપૂર જેવા કલાકારોએ અભિનય કર્યો છે. તેમની બ્લોકબસ્ટર ફિલ્મ ઓહ માય ગોડ તેમના પોતાના જ ગુજરાતી નાટક કાનજી વિરૂદ્ધ કાન્જી પરથી બનવવામાં આવી હતી જેની ત્યારપછી થી તેલુગુ અને કન્નડ ભાષામાં રિમેક પણ બની હતી.

ફેસ્ટિવલ જ્યુરી વિશેઃ IGFFની દ્વિતીય આવૃતિના જ્યુરી સભ્યો ગુજરાતી અને હિંદી મનોરંજન જગતના જાણીતા સેલિબ્રિટી છે.

૧. જય વસાવડાઃ શ્રી જય વસાવડા એ સિને જગતના સૌથી લોકપ્રિય લેખક, વકતા અને પ્રખર હિમાયતી છે. તેમના ''ગુજરાતી સમાચાર''માં આવતા બહુમુખી કોલમ (ખાસ કરીને 'સ્પેકટ્રોમીટર' અને 'અનાવૃત') સમાજ અને સંસ્કૃતિના વિવિધ પાસાઓને આવરી લે છે વર્ષ ૨૦૧૦માં તેમને ગુજરાત સરકાર દ્વારા સ્વતંત્રતા દિવસ પર તેમના ઉત્કૃષ્ટ લેખનના યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.

૨. ગોપી દેસાઇઃ ગોપી દેસાઇએ જાણીતા અભિનેત્રી તથા નિર્દેશિકા છે જે Mon Petit Diable, jhoothi, અને Roop ki rani Choron ka raja માટે જાણીતા છે. તેઓેએ બેસ્ટ ચિલ્ડ્રેન ફિલ્મ Mujhse Dosti Karoge (1992) માટે નેશનલ ફિલ્મ એવોર્ડ તથા બેસ્ટ ડોકયુમેન્ટરી Manzar(1995)માટે ફિલ્મફેર એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા છે.

૩. સૌમ્ય જોષીઃ સૌમ્ય જોષી એ કવિ, લેખક, નિર્દેશક તથા અભિનેતા છે. તેઓ ગુજરાતી થીએટરમાં જાણીતા નાટકો જેવા કે Welcome Zindagi અને ફિલ્મ 102 Not Out માટે જાણીતા છે. તેઓના ગુજરાતી થીએટરમાં પ્રસંશનીય ફાળા બદલ Chandravadan Chimanlal Mehta Award થી સન્માનિત કરવામાં આવ્યા છે.

IGFFમાં ફિલ્મ સ્ક્રીનીંગ ઉપરાંત રેડ કાર્પેટ પ્રોગ્રામ, એવોર્ડ સેરેમની અને ફિલ્મ મેકર્સ માટે નેટવિર્કગની તકો વગેરેનું આયોજન કરવામાં આવશે.

આ વર્ષે IGFF ફિચર ફિલ્મ, ડોકયુમેન્ટરી ફિલ્મ તથા શોર્ટ ફિલ્મ ઉપરાંત મહાત્મા ગાંધીજીની ૧૫૦મિ જયંતિની અવસરે, શોર્ટ ફિલ્મ ઓન 'IDEALS OF MAHATMA'ની  કેટેગરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. એક આવી શોર્ટ ફિલ્મ હરીફાઇ જેમાં ફિલ્મ મેકર્સએ મહાત્મા ગાંધીજીની વિચારધારા પર ફિલ્મ (૧૦ મિનીટ કે તેનાથી ઓછી) બનાવવાની રહેશે. તેવું  શ્રી તુષાર પટેલની યાદી જણાવે છે.

(8:43 pm IST)