Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

ઇન્‍ડિયન અમેરિકન શ્રી પ્રેસ્‍ટોન કુલકર્ણી ૨૦૨૦ની સાલમાં ફરીથી ચૂંટણી લડશેઃ ૨૦૧૮ની સાલમાં ટેકસાસના રરમા કોંગ્રેશ્‍નલ ડીસ્‍ટ્રીકટની મધ્‍યસત્રી ચુંટણીમાં પાંખી બહુમતિથી પરાજીત થયા હતા

ટેકસાસઃ યુ.એસ.માં ટેકસાસના ૨૨મા ડીસ્‍ટ્રીકટમાંથી ૨૦૨૦ની સાલમાં કોંગ્રેસના ડેમોક્રેટ ઉમેદવાર તરીકે ફરીથી ચુંટણી લડવાનું ઇન્‍ડિયન અમેરિકન શ્રી પ્રેસ્‍ટોન કુલકર્ણીએ નક્કી કર્યુ છે. જેઓ આ અગાઉ ૨૦૧૮ની સાલમાં ઉપરોક્‍ત મત વિસ્‍તારમાં રિપબ્‍લીકન કોંગ્રેસમેન સામે નજીવી બહુમતિથી પરાજીત થયા હતા. જે મધ્‍યસત્રી ચૂંટણી હતી.

ઓછી આવક ધરાવતા લોકો પ્રત્‍યે જોવા મળતી અસમાનતા નાબુદ કરવાના હેતુથી ચૂંટણી લડી રહેલા શ્રી કુલકર્ણીના માતા-પિતા ૧૯૮૦ની સાલથી ટેકસાસમાં સ્‍થાયી થયેલા  છે.

(8:22 pm IST)