Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

હજુ પાંચ દિવસ પહેલા UAEમાં કડિયા કામ માટે જોડાયેલા ભારતીય મૂળના કારીગરને પેરાલિસીસ એટેકઃ ભારત પરત ફરવા કોન્સ્યુલેટ ઓફિસે વીઝા તથા સ્ટ્રેચરની વ્યવસ્થા કરી આપી

અબુ ધાબીઃ હજુ પાંચ દિવસ પહેલા UAEમાં રાસ અલ ખૈમાહ ખાતેની કન્સ્ટ્રકશન કંપનીમાં કડિયાકામ માટે નોકરીમાં જોડાયેલા ભારતના પંજાબના વતની ૫૪ વર્ષીય ગુરમેજ સિંઘને અન્ય કારીગરો સાથે મિનીવાનમાં કામ ઉપર જતી વખતે અકસ્માત થતાપેરાલિસીસનો હુમલો આવી જતા ભારત પરત ફરવાની નોબત આવી છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

મિનીવાનમાં કામ પર જઇ રહેલા કારીગરોને અકસ્માત નડતા નાની મોટી ઇજાઓ થઇ હતી. જયારે ગુરમેજસિંઘને પેરાલિસીસનો હુમલો આવી જતા તાત્કાલિક હોસ્પિટલે પહોંચાડવાની વ્યવસ્થા કરાઇ હતી. જયાં ૩૪ હજાર ડોલર (અંદાજે એક લાખ પચ્ચીસ હજાર દિરહામ)નો ખર્ચ થયો હતો. જે તેની કંપનીના માલિકોએ ભોગવવાની બાંરેધરી આપી હતી.

ગુરમેજ સિંઘને ભારત પરત જવા માટે કોન્સ્યુલેટ ઓફિસ દ્વારા વીઝા તથા સ્ટ્રેચરની વ્યવસ્થા કરી અપાઇ હતી.

(8:19 pm IST)