Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

''૧૦૦ હોસ્પિટલ એન્ડ હેલ્થ સિસ્ટમ CMO ૨૦૧૮' : બેકર્સ હેલ્થકેર દ્વારા જાહેર કરાયેલી યાદીમાં સ્થાન હાંસલ કરતા ઇન્ડિયન અમેરિકન તબીબો

ઇલિનોઇસઃ ''૧૦૦ હોસ્પિટલ એન્ડ હેલ્થ સિસ્ટમ CMO૨૦૧૮'' યુ.એસ.માં બેકર્સ હેલ્થકેર દ્વારા જાહેર કરાયેલી યાદીમાં  સમગ્ર દેશમાંથી ઇન્ડિયન અમેરિકન તબીબોએ સ્થાન મેળવ્યું છે.

નેશનલ ચિફ મેડીકલ ઓફિસર્સના નાતે હોસ્પિટલને આગળ પડતુ સ્થાન અપાવવામાં તથા ફીઝીશીઅન લીડરશીપ ક્ષેત્રે તેમજ પેટન્ટ સેફટી, તથા શ્રેષ્ઠ સેવાઓ સહિતની બાબતે વિશિષ્ટ યોગદાન બદલ બેકર્સના ૨૦૧૮ની સાલના લીસ્ટમાં સ્થાન મેળવનાર ઇન્ડિયન એશિઅન અમેરિકન તબીબોમાં રોકફિલ્ડ ઇલિનોઇસ ખાતેના સેન્ટ એન્થોની મેડીકલ સેન્ટરના ડો.હરનીત બાથ, ડો.મોહમ્મદ સફિક અહમદ,ડો. સન્ની ભાટીયા, ડો.પર્યુષ પટેલ, ડો. અધિ શર્મા, તથા ડો.ગુલશન શર્માનો સમાવેશ થાય છે.

(8:18 pm IST)
  • આખરે કોંગ્રેસની ઈફ્તાર પાર્ટીમાં પ્રણવ મુખરજીને આમંત્રિત કરાયા : અગાઉ કોંગ્રેસે સંઘના મુખ્યાલયમાં જનાર પ્રણવદા અને પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીને ઈફ્તાર પાર્ટીમાં નહિ બોલાવવા નિર્ણય કર્યો હતો : કોંગ્રેસનું પ્રોટોકોલનું બહાનું પ્રણવ મુખરજીના કાર્યાલયે ફગાવ્યું, કહ્યું કે પ્રણવ મુખરજીના કદને હળવાશથી લેવા નિર્ણય કરાયો હતો. access_time 1:38 am IST

  • પાકિસ્તાન મોટી સંખ્યામાં આતંકી મોકલવાની તૈયારીમાં : સુરક્ષા એજન્સીઓને ગુપ્ત રિપોર્ટ : અંદાજે ૨૦૦ આતંકીઓને આપવામાં આવી ખાસ ટ્રેનીંગ?: ૨૨ હજારથી વધુ અર્ધસૈનિકોનું દળ મોકલવા માંગ access_time 3:37 pm IST

  • દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાનો ઠરાવ દિલ્હી વિધાનસભાએ સ્વીકારી લીધો છે. આ અંગે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ કે, જો બીજેપી 2019ની લોકસભા ચૂંટણી પહેલા દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપે તો, અમે સુનિશ્ચિત કરીશુ કે દિલ્હીનો એક એક વોટ બીજેપીની તરફણમાં પડે. અને જો એવું ન થયુ તો એવા બોર્ડ લગાવશે જેના પર લખ્યું હશે, 'બીજેપી દિલ્હી છોડો. access_time 7:18 pm IST