Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

અમેરિકામાં સાન રામોન કેલિફોર્નિયા મુકામે ૩ જુનના રોજ બ્રહ્માકુમારી સિસ્‍ટર શિવાનીનું વ્‍યાખ્‍યાન યોજાયું

સાન રામોનઃ બ્રહ્માકુમારીઝી મોટીવેશન સ્‍પિકર સિસ્‍ટર શિવાની હાલમાં અમેરિકા તથા કેનેડાના પ્રવાસે છે જયાં અવેકનિંગ પ્રોગ્રામ અંતર્ગત તેમણે સાન રામોન કેલિફોર્નિયા મુકામે ૩ જુન ૨૦૧૮ના રોજ વ્‍યાખ્‍યાન આપ્‍યુ હતું.

મેરીયટ હોટલના ભરચક્ક હોલમાં તેમણે વ્‍યાખ્‍યાન આપતા થોટ મેનેજમેન્‍ટ ઉપર ભાર મૂકયો હતો. મગજમાં રહેલી બધી ચિંતા, મુંઝવલને ભૂલી જઇ અંતર કેન્‍દ્રિત થવા સમજાવ્‍યું હતું. તથા બની રહેલી ઘટનાઓ નિર્લેય ભાળે જોવા જણાવ્‍યું હતું. સ્‍વચ્‍છ માનસ તથા મેડીટેશન દ્વારા પ્રશ્નો હલ કરવા સમજાવ્‍યું હતું.

ઉલ્લેખનીય છે કે બ્રહ્માકુમારીઝના ૮૫૦૦ જેટલા કેન્‍દ્રો ૧૨૦ દેશોમાં ફેલાયેલા છે. જેના દ્વારા આંતરિક શાંતિ,પ્રેમ,તથા આનંદનો ફેલાવો કરવા અને તનાવ દૂર કરવા માર્ગદર્શન આપવામાં આવે છે.

(9:32 pm IST)