Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

ઇન્‍ડિયન અમેરિકન સુરેશ મિત્તાનું માર્શલ કસ્‍ટડીમાં મોતઃ ડલાસ મેડીકલ સેન્‍ટરને બોગસ MRIસાધનો વેચવા બદલ દોષિત પૂરવાર થયાના થોડા કલાકોમાં જ મૃત્‍યુ

ટેકસાસઃ યુ.એસ.માં રિચાર્ડસન, ટેકસાસ સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન સુરેશ મિત્તાનું માર્શલ કસ્‍ટડી દરમિયાન મોત થયું છે. તેના ઉપર બોગસ MRI સાધનો વેચવાના ષડયંત્રમાં શામેલ થવાનો આરોપ હતો. જે ૨૨મેના રોજ પુરવાર  થઇ જતા કોર્ટએ તેને દોષિત ગણ્‍યો હતો. જે ચુકાદો આવ્‍યાના થોડા જ કલાકોમાં તેનું મોત થયું હતું.

સુરેશ મિત્તા તથા ષડયત્રમાં શામેલ થનાર અન્‍ય ૪ લોકો ઉપર ડલાસ મેડીકલ સેન્‍ટરને ભળતા નામ વાળી કંપનીના MRI સાધનો વેચી ૨૦૦૮ થી ૨૦૧૫ની સાલ દરમિયાન લાખો ડોલરની છેતરપીંડી કરવાનો આરોપ હતો. તેને વધુમાં વધુ ૨૦ વર્ષની જેલસજા થઇ શકે તેમ હતી. પરંતુ તેનું કસ્‍ટડીમાં જ મોત થયુ છે. જ્‍યારે તેની સાથેના ષડયંત્રમાં શામેલ અન્‍ય ૪ આરોપીઓને જુદા જુદા આરોપસર દોષિત ગણવામાં આવ્‍યા છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:17 pm IST)