Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

" કોવિદ -19 " : યુ.એસ.માં ઇન્ડિયન અમેરિકન વેપારીએ ઉપર જરૂરી ચીજોના ભાવ ડબલ લીધા : કેલિફોર્નિયામાં ગ્રોસરી સ્ટોર ધરાવતા રાજવીન્દર સિંહ ઉપરનો આરોપ પુરવાર : વધુમાં વધુ 1 વર્ષની જેલસજા અથવા 10 હજાર ડોલરનો દંડ થઇ શકે

કેલિફોર્નિયા : અમેરિકાના કેલિફોર્નિયામાં ગ્રોસરી સ્ટોર અપના બજાર ધરાવતા ઇન્ડિયન અમેરિકન વેપારી રાજવીન્દર સિંઘે કોરોના વાઇરસના કહેર વચ્ચે કાયદાનું ઉલ્લંઘન કરી 10 ટકા પ્રોફિટ લેવાને બદલે જીવન જરૂરી ચીજોના ભાવો ડબલ લેવાનું શરૂ કરી દીધું હતું.
આ બાબતે બિલ સાથેના પુરાવાઓ રજૂ થયા હતા.વેપારી ઉપરનો આરોપ પુરવાર થઇ ગયો હતો.તેથી તેને વધુમાં વધુ એક વર્ષની જેલસજા અથવા 10 હજાર ડોલરનો દંડ થઇ શકે છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે. 

(12:43 pm IST)