Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

ઇન્ડિયન અમેરિકન ડોકટર ૬૬ વર્ષીય પવનકુમાર જૈનને ૯ વર્ષની જેલસજાઃ હેલ્થકેર ફ્રોડ તથા પ્રતિબંધિત દવાઓ લખવાનો આરોપ પૂરવાર

ન્યુમેકિસકોઃ ઇન્ડિયન અમેરિકન ડોકટર ૬૬ વર્ષીય પવનકુમાર જૈનને ન્યુ મેકિસકો કોર્ટએ ૯ વર્ષની જેલસજા ફરમાવી છે જે પૂરી થયા બાદ ૩ વર્ષ માટે નજરબંધી ફરમાવી છે. તેમના ઉપર હેલ્થકેર ફ્રોડનો તથા પ્રતિબંધિત દવાઓ લખવાનો આરોપ હતો. જે માટે તેમણે કબૂલાત કરી લીધી હતી. તેમણે લખી આપેલી મેથાડોન દવાના સેવનથી એક દર્દીનું મોત નિપજ્યું હતું.

(9:03 pm IST)
  • અમેરિકા સાથે વ્યાપાર વાતચીતનો દોર તૂટ્યો નથી પરંતુ સિદ્ધાંતો સાથે બાંધછોડ નહીં :ચીને કહ્યું કે વોશિંગટનમાં વ્યાપાર વાર્તામાં ચીન પોતાના સિદ્ધાંતોમાં રાહત નહિ આપે access_time 1:01 am IST

  • કેદારનાથના વાતાવરણમાં પલટો :હળવો હિમપ્રપાત :ઠંડીમાં વધારો :ઉત્તરાખંડના કેદારનાથ ધામમાં હવામાનમાં પલટો :હળવા વરસાદ સાથે હિમપાતથી ઠંડીમાં વધારો;આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં તેજ આંધી ફુંકાવવાની આગાહી access_time 12:55 am IST

  • બે દિવસ થન્ડર સ્ટોર્મની રહેશે અસરઃ ગુજરાતમાં તાપમાનનો પારો ગગડયોઃ અંબાજી, સાબરકાંઠા અને અરવલ્લીમાં વરસાદ : ઉતર ગુજરાતમાં વરસાદી માહોલના કારણે ગરમીમાં વરસાદી ઝાપટાથી ગુજરાતીઓને મળી રાહતઃ હજુ આગામી ૨૪ કલાક દરમિયાન ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહીઃ ઇડર, વડાલી અને ખેડબ્રહ્મા, વિજયનગરમાં વરસાદઃ કેટલાક વિસ્તારોમાં વીજપોલ પડવાથી લાઇટો ગુલઃ ભારે પવનના કારણે કાચા મકાનોને નુકશાનઃ વાવાઝોડા સાથે વરસાદી ઝાપટું: પોશીનામાં પણ મોડી રાત્રે વરસાદ access_time 3:22 pm IST