Gujarati News

Gujarati News

News of Thursday, 9th May 2019

ભારતના પૂર્વીય વિસ્તારોમાં હાહાકાર મચાવનાર ફેની વાવાઝોડાના અસરગ્રસ્તોની વહારે અમેરિકામાં વસતા ભારતીયોઃ ઓડિસા સોસાયટી ઓફ અમેરિકન્સના ઉપક્રમે પાંચ લાખ ડોલર મોકલવાનું લક્ષ્યાંક

ભારતના પૂર્વીય વિસ્તારોમાં હાહાકાર મચાવનાર ફેની વાવાઝોડાના અસરગ્રસ્ત પ્રજાજનોની વહારે આવવાનો અમેરિકામાં વસતા ભારતીયોએ નિર્ણય કર્યો છે. જે અંતર્ગત ઓડિસા સોસાયટી ઓફ અમેરિકન્સના ઉપક્રમે પાંચ લાખ ડોલર મોકલવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે. તેવું આ સોસાયટીના પ્રેસિડન્ટ શ્રી લાલાતેન્ડુ મોહન્તીએ સમાચાર સૂત્રને જણાવ્યું છે.

આ લક્ષ્યાંક હાંસલ કરવા ફંડ ભેગુ કરવાનું કામ શરૂ થઇ ગયું છે. તથા એકત્ર થનાર ફંડમાંથી પચાસ ટકા રકમ ચિફ મિનીસ્ટર ફંડમાં તથા ૨૫ ટકા રકમ ઇન્ટરનેશનલ રિલીફ ઓર્ગેનાઇઝેશન્શને મોકલાશે તથા બાકીની ૨૫ ટકા રકમ સ્કૂલ અને કોલેજોની મરામત માટે વપરાશે.

ઉપરાંત અમેરિકામાં વસતા અન્ય ભારતીયો પણ આ કાર્યમાં જોડાઇ રહ્યા છે. જે પૈકી જુદા જુદા વિસ્તારમાં વસતા ભારતીયોએ તાત્કાલિક રાહતો માટે દવાઓ, સહિતની ચીજો મોકવાનું શરૂ કરી દીધુ છે.

(8:12 pm IST)