Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

અમેરિકામાં દર સાત તબીબ દીઠ એક તબીબ ભારતીય છેઃ દેશના તમામ ૫૦ સ્ટેટના ૪૦ મિલીઅન ઉપરાંત પ્રજાજનોને આરોગ્ય સેવાઓ પૂરી પાડે છેઃ વોશીંગ્ટનમાં ૩૦ એપ્રિલના રોજ ''AAPI લેજીસ્લેટીવ ડે''ની ઉજવણી પ્રસંગે અગ્રણીઓના ઉદબોધનોઃ તબીબોને નડતા પ્રશ્નો અંગે રજુઆત કરાઇ

વોશીંગ્ટનઃ યુ.એસ.માં એશોશિએશન ઓફ અમેરિકન ફીઝીશીઅન્શ ઓફ ઇન્ડિયન ઓરીજીન (AAPI)ના ઉપક્રમે ૩૦ એપ્રિલ ૨૦૧૯ના રોજ કેપિટલ હિલ વોશીંગ્ટન ડી સી મુકામે લેજીસ્લેટીવ ડે ઉજવાઇ ગયો.

આ પ્રસંગે ડેમોક્રેટ તથા રિપબ્લીકન બંન્ને પાર્ટીના આગેવાનો, AAPI લીડર્સ  તેમજ મેમ્બર્સએ અમેરિકામાં આરોગ્ય ક્ષેત્રે AAPIના મહત્વના યોગદાન વિષે જણાવ્યું હતું.

જે મુજબ દેશમાં દર સાત તબીબ દીઠ એક તબીબ ભારતીય છે. આ ભારતીય તબીબો દેશની વસતિના ૪૦ મિલીયન ઉપરાંત પ્રજાજનોને આરોગ્ય સેવાઓ પૂરી પાડે છે.

આ તકે ઉપસ્થિત લો મેકર્સને વ્હાઇટ પેપર એટલે કે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. તથા ઇમીગ્રેશનના નિયમોમાં ફેરફાર, મેડીકેર, મેડીકેઇડ રિએખ્બર્સમેન્ટ, સાઉથ એશીઅન્શ હાર્ટ અવેરનેસ દેશમાં ફીઝીશીઅન્શની તંગી સહિતની બાબતોનો સમાવેશ કરાયો હતો.

AAPI પ્રેસિડન્ટ ડો.નરેશ પરીખે સહુનું સ્વાગત કર્યુ હતું. અન્ય અગ્રણી વકતાઓએ પ્રાસંગિક ઉદબોધનો કર્યા હતા. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં ભારતીય મૂળના ૧ લાખ ઉપરાંત ફીઝીશીઅન્શની મેમ્બરશીપ ધરાવતું AAPI આરોગ્ય સેવાઓ ક્ષેત્રે દેશનું સૌથી મોટું સંગઠન ગણાય છે. જે તમામ પચાસ સ્ટેટમાં ફેલાયેલું છે. AAPI લેજીસ્લેટીવ  ડે નિમિતે હાજર રહેલા આગેવાનોમાં હાઉસ મેથેરીટી લીડર રીપ્રેઝન્ટેટીવ સ્ટેની હોયર, ઇન્ડીયન અમેરિકન કોંગ્રેસમેન ડો.એમી બેરા, રાજા ક્રિશ્નામુર્થી, હિન્દુ કોંગ્રેસવુમન સુશ્રી તુલસી ગબ્બાર્ડ, શ્રી મિચેલ ગેસ્ટ શ્રી જો વિલ્સન, ફ્રાંક પેલ્લોને, ફીલ રો જોન સર્બેન્સ, એન્ડી હેરિસ સહિત કોંગ્રેસના પ્રતિનિધિઓએ તથા AAPI મેમ્બર્સએ વિશાળ સંખ્યામાં હાજરી આપી હતી.

(8:49 pm IST)
  • જો જીન્હા વડાપ્રધાન બનત તો દેશના બે ટુકડા ના થતા :ભાજપના ઉમેદવારે નવો રાગ આલાપ્યો :મધ્યપ્રદેશના રતલામ-ઝાબુઆથી ભાજપના ઉમેદવાર ગુમાનસિંહ ડામોરે વિવાદી નિવેદન કરતા કહ્યું કે આઝાદી પછી જો નહેરુ જીદ ના કરી હોત તો દેશના બે ટુકડા ના થાત :તેઓએ વધુમાં એમ પણ કહ્યું કે મોહમ્મ્દ જીન્હા એક એડવોકેટ,એક વિદ્વાન વ્યક્તિ હતા :એ સમયે નિર્ણંય લેવાયો હોત તો આપણા પીએમ જીન્હા બનશે તો દેશના બે ભાગ નહિ પડત : access_time 1:07 am IST

  • 'આધાર'માં અપડેશન કરાવવાનું થયું મોઘું: પ૦ રૂપિયા સુધીનો ચાર્જ આપવો પડશેઃ જોકે હજુ નવું આધારકાર્ડ બનાવવાનું ફ્રી છેઃ ૨૨ એપ્રિલથી નવો દર લાગુ access_time 3:23 pm IST

  • હરભજનસિંહ અને લક્ષ્મણ આવ્યા ગંભીરના સમર્થનમાં :ક્રિકેટના મેદાનથી રાજનીતિની પીચમાં આવેલા ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીર સામે આપના ઉમેદવાર આતીષીએ લગાવેલ ગંભીર આરોપને હરભજનસિંહ અને લક્ષ્મણે પાયાવિહોણા ગણાવ્યા ;કહ્યું ગંભીર એવા પ્રકારનો નથી જે મહિલા વિરુદ્ધ આપત્તીજનક વાતો કરી શકે access_time 1:09 am IST