Gujarati News

Gujarati News

News of Tuesday, 7th May 2019

અમેરિકામાં ટ્રમ્પ શાસનનો એક વધુ કઠોર નિર્ણયઃ H-1B વીઝા અરજી માટેની ફીમાં વધારો કરવાનો પ્રસ્તાવ રજ

વોશીંગ્ટનઃ અમેરિકામાં ટ્રમ્પ શાસનએ વિદેશી કર્મચારીઓને અપાતા H-1B વીઝા માટેની એપ્લીકેશન ફીમાં વધારો કરવાનો પ્રસ્તાવ રજુ કર્યો છે. જે માટે મિનીસ્ટર  એલેકઝાન્ડર એકોસ્ટાએ સાંસદોને જણાવ્યા મુજબ ટ્રેનીંગ પ્રોગ્રામ પ્રોત્સાહિત કરવા વધારો મંગાયો છે.

જો કે આ ફીમાં કેટલો વધારો થશે તેની કોઇ ચોખવટ કરાઇ નથી. પરંતુ અગાઉના અનુભવોને ધ્યાને લેતા તેનો બોજો ભારતની આઇ.ટી.કંપનીઓ ઉપર આવી પડશે. કરાણકે H-1B વીઝા માટે સૌથી વધુ ભારતીયો અરજી કરે છે.

ઉલ્લેખનીય છે કે દર વર્ષે ૧ લાખ વિદેશીઓને H-1B વીઝા આપવામાં આવે છે. તથા તેચાને ૬ વર્ષ માટે અમેરિકામાં રહેવાની મંજુરી આપવામાં આવે છે. તેવું સમાચાર સૂત્ર દ્વારા જાણવા મળે છે.

(8:46 pm IST)