Gujarati News

Gujarati News

News of Tuesday, 7th May 2019

'વોઇસ ઓફ સ્પેશીઅલી એબલ્ડ પિપલ (VOSAP)': દિવ્યાંગ પ્રજાજનોને તમામ પ્રકારની સગવડ તથા સહાય પૂરી પાડવા તેમજ તેમના પ્રશ્નોેને વાચા આપવા કાર્યરત વિશ્વ વ્યાપી ઓર્ગેનાઇઝેશન

નવી દિલ્હી : 'વોઇસ ઓફ સ્પેશીઅલી એબલ્ડ પિપલ' (VOSAP) દિવ્યાંગ લોકોને તમામ પ્રકારની સગવડ તથા સહાય પૂરી પાડવા તથા તેમના પ્રશ્નોને વાચા આપવા કાર્યરત VOSAOP વિશ્વભરમાં ૭પ૦૦ ઉપરાંત વોલન્ટીઅર્સનું પીઠબળ ધરાવે છે.

જેણે છેલ્લા ૨ મહિનામાં જ ૩ મહત્વની સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે જે મુજબ NTT કોર્પોરેશન તથા જાપાનીઝ MNCના પ્રેસિડન્ટ તથા CEO તરફથી પ્રાઇઝ મેળવ્યું. યુ.એસ.ના લોસ એન્જલસ ખાતેના ભારતના એમ્બેસેડર શ્રી સંજય પાંડા તરફથી કોમ્યુનીટી રિકોગ્નીઝેશન એવોર્ડ મેળવ્યો તથા બે હજાર ઉપરાંત નવા વોલન્ટીઅર્સ ઉમેર્યા.

આ બાબત VOSAP માટે ખૂબ પ્રોત્સાહક બની રહી. જેના થકી કોર્પોરેટ, કોમ્યુનીટી, સોશીઅલ, ઇલેકટેડ તથા ગવર્મેન્ટનો દિવ્યાંગ સમૂહને પૂરતો સહકાર હોવાનું ફલિત થાય છે.

ગુજરાતમાં તાજેતરમાં નિર્માણ પામેલ વિશ્વનું સૌથી મોટું સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા સિનીયર્સ તથા દિવ્યાંગ એવા ૨૫ લોકોને VOSAP દ્વારા સ્થાનિક સરકારી તંત્ર, વોલન્ટીઅર્સ તથા ડોનર્સના સહકારથી વ્હીલ ચેર્સ આપવામાં આવી. જેથી તેઓ આ સ્ટેચ્યુ નિહાળવાનો લાભ લઇ શકે.

ઉપરાંત SRN યુનિવર્સિટી એન્જીનીયરીંગ સ્ટુડન્ટસ સમક્ષ ટેકનોલોજી નિદર્શન કરાયું તથા VOSAP એસ્સે કોમ્પીટીશનનું આયોજન કરાયું. તેમજ એલ.ડી. કોલેજ ઓફ એન્જીનીયરીંગ દ્વારા ટેકનોલોજી પ્રોત્સાહિત કરવામાં VOSAPના યોગદાનની નોંધ લેવાઇ તેમજ VOSAP ટોકિયો ટીમના ઉપક્રમે ૧૬ ફેબ્રુ. ૨૦૧૯ના રોજ ચાઇ પે ચર્ચાનું આયોજન કરાયું. જેમાં જાપાન ટીમ લીડર શ્રી રોહનજી, શ્રી વિકાસજી તથા ટોકિયો NRI ટીમનો સાથ સહકાર મળ્યો.

VOSAPના મંતવ્ય મુજબ NRI સમુહ તથા જુદા જુદા દેશો ખાતેના ભારતના રાજદૂતો VOSAPનો ધ્યેય સાકાર કરવામાં મદદરૂપ થઇ શકે છે. જે માટે VOSAPને જાપાન ખાતેના ભારતના એમ્બેસેડર શ્રી સંજય વર્મા, યુ.એસ.ના હ્યુસ્ટન ખાતેના ભારતના કોન્સ્યુલ જનરલ શ્રી અનુપમ રાય તથા સાન ફ્રાન્સિસ્કો ખાતેના શ્રી સંજય પાંડા મદદરૂપ થઇ રહ્યા છે તથા NRI કોમ્યુનીટીનો સહયોગ પ્રાપ્ત થઇ રહ્યો છે. જેથી સ્પેશીઅલ એબલ્ડ પિપલના સ્વપ્નો સાકાર થઇ શકે.

VOSAP દ્વારા ભારતની લોકસભાની ચૂંટણીમાં પણ દિવ્યાંગ નાગરિકો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ઇલેકશન કમિશન ઓફ ઇન્ડિયાનો સહયોગ મળી રહ્યો છે.

VOSAPમાં વોલન્ટીઅર તરીકે જોડાયા તથા સેવાઓ આપવા VOSAP મોબાઇલ એપ passionate team of volunteers અથવા www.voiceofap.orgનો દ્વારા સંપર્ક સાધી શકાશે તેવું શ્રી પ્રણવ દેસાઇની યાદી જણાવે છે.

(8:12 pm IST)
  • કેદારનાથના વાતાવરણમાં પલટો :હળવો હિમપ્રપાત :ઠંડીમાં વધારો :ઉત્તરાખંડના કેદારનાથ ધામમાં હવામાનમાં પલટો :હળવા વરસાદ સાથે હિમપાતથી ઠંડીમાં વધારો;આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં તેજ આંધી ફુંકાવવાની આગાહી access_time 12:55 am IST

  • 'આધાર'માં અપડેશન કરાવવાનું થયું મોઘું: પ૦ રૂપિયા સુધીનો ચાર્જ આપવો પડશેઃ જોકે હજુ નવું આધારકાર્ડ બનાવવાનું ફ્રી છેઃ ૨૨ એપ્રિલથી નવો દર લાગુ access_time 3:23 pm IST

  • રિલાયન્સનો ''રમકડા'' માર્કેટમાં પ્રવેશ : મુકેશ અંબાણીએ હેમલીઝ કંપની ખરીદી : જે રપ૯ વર્ષ જુની છે : ૧૮ દેશોમાં હેમલીઝના ૧૬૭ સ્ટોર છે : આ કંપની મુળ બ્રિટનની છે રિલાયન્સે ૬ર૦ કરોડમાં આ સોદો કર્યો છે. આ સોદા સાથે રિલાયન્સે રમકડાના આંતરરાષ્ટ્રીય બજારમાં ઝંપલાવ્યું છે access_time 3:22 pm IST