Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

‘‘વોક ગ્રીન ૨૦૧૮'': યુ.એસ.ના સુગરલેન્‍ડમાં BAPSચેરીટીઝના ઉપક્રમે ૨૯ એપ્રિલ ૨૦૧૮ના રોજ યોજાઇ ગયેલો પ્રોગ્રામઃ વૃક્ષોના વાવેતર, તથા જમીન, પાણી, અને પર્યાવરણની જાળવણી માટે સતત ત્રીજા વર્ષે યોજાયેલી વોકથોનમાં ૧૫૦૦ ઉપરાંત પ્રજાજનો જોડાયા

હયુસ્‍ટનઃ યુ.એસ.માં સુગરલેન્‍ડ, ટેકસાસ મુકામે ૨૯ એપ્રિલ ૨૦૧૮ રવિવારના રોજ BAPS ચેરીટીઝના ઉપક્રમે ‘‘વોક ગ્રીન ૨૦૧૮''નું આયોજન  કરાયું હતું જેમાં તમામ ઉમરના ૧૫૦૦ લોકો વિશાળ સંખ્‍યામાં જોડાયા હતા.

સતત ત્રીજા વર્ષે યોજાયેલી આ વોકથોનનો હેતુ કુદરતી પર્યાવરણની  તથા જમીન અને પાણીની જાળવણી કરવાનો  છે.

BAPS ચેરીટીઝ ૨૦૨૫ની સાલ સુધીમાં વિશ્વ સ્‍તરે ૧ બિલીયન ટ્રીનું વાવેતર કરવાનો લક્ષ્યાંક ધરાવે છે જે અંતર્ગત ૧ લાખ ૩૦ હજાર જેટલા વૃક્ષોના વાવેતર માટે ૧ લાખ ૬૫ ડોલર ભેગા કરાશે.

૨૯ એપ્રિલના રોજ યોજાયેલ વોકથોનના પ્રારંભ કોંગ્રેસમેન પીટ ઓલ્‍સનએ BAPS ચેરીટીઝ દ્વારા હરિકેન વાવાઝોડા સહિતની આપતિઓ વખતે કરાતી સેવાઓને બિરદાવી હતી. તેવું IAN દ્વારા જાણવા મળે છે.

(8:56 pm IST)