Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

ગુરૂકુળ દ્વારા ન્યુજર્સી, રાજકોટ, સુરત અને જુનાગઢમાં બ્રહ્મ મહોત્સવ

રાજકોટ, તા., ૯: બેદિવસ સુરતમાં શ્રી દેવકૃષ્ણ સ્વામીની પધરામણી રાજકોટશ્રી સ્વામીનારાયણ ગુરૂકુળના સંસ્થાપક  સદગુરૂ  શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીના સંકલ્પાનુસાર ઝાઝા જીવ ભગવાન ધર્મોએ અર્થે આજે પરમપૂજય  ગુરૂવર્ય મહંત સ્વામીશ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીની નિશ્રામાં અનેકવિધિ આયોજનો થાય છે. તેમાં આ વર્ષે ચૈત્રી નવરાત્રી દરમ્યાન બ્રહ્મ મહોત્સવ ઉજવવાનું આયોજન કરાયું છે.

સંપ્રદાયમાં પ્રથમ યોજાઇ રહેલ આ બ્રહ્મ મહોત્સવમાં તા.૬ થી ૧૪ એપ્રિલ દરમ્યાન રાજકોટ જુનાગઢ, સુરત ઉપરાંત અમેરીકાના ન્યુજર્સી ખાતે આ ઉત્સવનો પ્રારંભ કરાયો છે.

શ્રી પ્રભુસ્વામીના જણાવ્યાનુસાર સુરત ગુરૂકુલમાં બ્રહ્મ ઉત્સવના પ્રથમ ચરણમાં ૪૦ સંતો તથા ર૦ ઉપરાંત સાંખ્યયોગી મહિલાઓ દ્વારા સુરતના પ૩૦૦ ભાવીકોના ઘરે સંતોએ પધરામણીઓ કરેલ. આ પધરામણી દરમ્યાન સુરત ગુરૂકુળના શ્રી ધર્મવલ્લભ દાસજી સ્વામીના માર્ગદર્શન અનુસાર  ઝુલા હીંડોળામાં બાળ પ્રભુને પધારાવી તેમનું અર્ચન, પુજન, કીર્તન, વંદન તથા સ્તુતી પ્રાર્થનાને આરતી નવ દિવસ સુધી કરવાનું કહેવા દરેક સ્વીકારેલ. પરીણામે પ૩૦૦ ઘરમાં ૧પ૦૦૦ ભકતો ઘરના સભ્યો ભગવાનની ઉપાસના ભકિત કરશે.

વધુમાં પ્રભુ સ્વામીએ કહયું હતું કે આ બ્રહ્મ મહોત્સવમાં સાધના, આરાધના, અને ઉપાસના દ્વારા ભગવાન શ્રી સ્વામી નારાયણના ચરણોમાં એમની મૂર્તિમાં વિશેષ ભકિત પ્રગટે અને લોકો સુખીયા થાય.

તા. ૧૦ થી ૧૪ બ્રહ્મ મહોત્સવના દ્વિતીય ચરણનો પ્રારંભ થશે જેમાં સુરત ગુરૂકુળમાં સવારે પાંચ વાગેથી ચોઘડીયાને શરણાઇના નાદ સાથે ભગવાનને ૧૦૦ * પ૦ ફુટના હિંડોળામાં સંતો ઝૂલાવશે. સાથે હીંડોળાના પદોનું ગાન સંતો ભકતો કરશે.

અમેરિકાના ન્યુજર્સી ખાતે નવ દિવસ સુધી વચનામૃત દ્વિશતાબ્દી વર્ષના ઉપલક્ષ્યે આ બ્રહ્મ મહોત્સવ અંતર્ગત શ્રી આનંદ સ્વામીની નિશ્રામાં વચનામૃત હોમાત્મક યજ્ઞ તથા ભકત ચિંતામણી યજ્ઞ શરૂ કરાયેલ છે. જેમાં વોશિંગટનથી શ્રી ધીરૂભાઇ કોટડીયા તથા સ્થાનીક ભકતો શ્રી ચતુરભાઇ વઘાસીયા,  પ્રવિણભાઇ વેકરીયા, નારાયણ બાપા, વલ્લભભાઇ વાનાણી, વગેરે ભકતો સવારે ૮ થી ૧ ને બપોર પછી ૩ થી ૬ દરમ્યાન  લાભ લઇ રહ્યા છે. આ ઉપરાંત રપ૦ ઘરે મહારાજને ઝૂલામાં ઝૂલાવી અમેરિકામાં ભાવિકો બ્રહ્મ મહોત્સવ ઉજવી રહ્યા છે.

આવતીકાલથી ગુરૂ વર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી સંત મંડળ સાથે સુરત બ્રહ્મ મહોત્સવમાં દર્શન તથા આશીર્વાદનો લાભ દવા પધારી રહ્યા છે. ત્યારે અહીં ઉત્સવની સેવા રત શ્રી ભકિતતનયસ્વામી શ્રી પતિત પાવન સ્વામી, શ્રી વિવેકસ્વામી, શ્રી વિશ્વસ્વરૂપ સ્વામી, દિવ્ય સ્વામી, ભંડારી સ્વામી વગેરે સંતો તથા ઉત્સવના યજમાનો શ્રી પ્રકાશભાઇને પ્રદિપભાઇ રાખોલીયા  ત્રાકુડા વાળા શ્રી અશ્વિનભાઇ, રાકેશભાઇ દૂધાત, શ્રી ઘનશ્યામભાઇ કથીરીયા, શ્રી લાલજીભાઇ  તોરી, શિવલાલભાઇ પાંભર, બાબુભાઇ હળીયાદ, જસુભાઇ, ગણેશદાદા કેવડીયા, શ્રી ધીરૂભાઇ પરસાણા વગેરે ભકતો યુવાનો સાથે ઉત્સાહથી સેવા કરી રહ્યા છે. તેમ શ્રી પ્રભુસ્વામી જણાવે છે.

(3:40 pm IST)