Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

હવે યુ.એસ.નું નાગરિકત્વ મેળવવા માટે ઓનલાઇન અરજી કરી શકાશેઃ અરજી કરનાર ઇમીગ્રન્ટસ પોતાનું સ્ટેટસ પણ ઓનલાઇન જાણી શકશે તથા સર્ટિફિકેટ પણ ઓનલાઇન મેળવી શકશેઃ ૨૯ જાન્યુ ૨૦૧૯ થી USCISએ શરૂ કરેલ નવી સવલત

વોશીંગ્ટનઃ યુ.એસ.સિટીઝનશીપ એન્ડ ઇમીગ્રેશન સર્વિસીઝ (USCIS)એ ૨૮ જાન્યુ ૨૦૧૯ના રોજ નવું ફીચર બહાર પાડ્યુ છે. જે મુજબ યુ.એસ.ાં આશ્રય મેળવનાર વિદેશી ઇમીગ્રન્ટ આ ફીચરની મદદથી પોતાનું સ્ટેટસ જાણી શકશે. અલવત આ માટે તેણે અરજી કરેલી હોવી જોઇએ.

અરજી કર્યા પછી પોતાનું સ્ટેટસ uscis.gov/casestarus દ્વારા ઓનલાઇન જાણી શકાશે. ઉપરાંત સીટીઝનશીપ મેળવવા માટે ફોર્મ નં.૬૦૦ પણ ઓનલાઇન ભરી શકાશે. તથા સેકશન ૩૨૨ મુજબ સર્ટિફિકેટ મેળવવા ફોર્મ નં.૬૦૦k પણ ભરી શકાશે. આપી અરજદારોનો સમય વચશે તથા તેઓ પેપર ફાઇલીંગથી મુકત થશે.

(7:51 pm IST)