Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

અમેરિકા ખાતે નિકાસ કરાતી ભારતની પ.૬ બિલીયન ડોલરની ચીજો ઉપરનો ડયુટી ફ્રી લાભ યથાવતઃ આ લાભ બંધ કરવાની કોઇ સત્તાવાર સૂચના મળી નથીઃ ન્યુ દિલ્હી ખાતેના ભારતના સિનીયર અધિકારીએ સમાચાર સૂત્ર સમક્ષ કરેલી સ્પષ્ટતા

         ન્યુ દિલ્હી :  ભારતમાંથી દર વર્ષે આયાત થતી પ.૬ બિલીયન ડોલરની વસ્તુઓને ડયુટી ફ્રીનો લાભ આપવો કે કેમ તે અંગે ફેર વિચારણા કરાશે તેવુ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ એપ્રિલ-ર૦૧૮ માં કહ્યું હતુ.

         જો કે આ લાભ હજુ સુધી બંધ કરાયો નથી તેવું ન્યૂ દિલ્હી ખાતેના ભારતના સિનિયર અધિકારીએ સમાચાર સૂત્રને જણાવ્યૂ હોવાનુ જાણવા મળે છે.

         જો કે અમુક ઉત્પાદનો જેવા કે મ્યુઝીકલ ઇન્સ્ટ્રુમેન્ટ, લેધર, ટેકસટાઇલ, ડેરી તથા કેમિકલ ઉપર મળતો ડયૂટી ફ્રી લાભ કે જે ૭પ મિલીયન ડોલર થવા જાય છે તે નવે. ર૦૧૮ થી બંધ કરી દેવાયો છે. તેની સામે અમેરિકાથી ભારતમાં આયાત થતી ચીજો પણ ઘટાડી દેવામાં આવી છે તેવું સમાચાર સૂત્ર દ્વારા જાણવા મળે છે.

 

(9:29 pm IST)