Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

સિંગાપોર સ્થિત ભારતીય મૂળના મુરુગન જોસફને 10 મહિનાની જેલ,ઉપરાંત 3 હજાર ડોલરનો દંડ, અને 10 કોરડા ફ્ટકારવાની શિક્ષા : રેસ્ટોરન્ટમાં જમીને બિલ ચૂકવવાનો ઇન્કાર કરી રસોયાને લમધાર્યો

સિંગાપોર :સિંગાપોરના રેસ્ટોરન્ટમાં જમ્યા પછી બિલ ચૂકવવાનો ઇન્કાર કરવા ઉપરાંત રસોયાને લમધારવાના આરોપસર ભારતીય મૂળના 45 વર્ષીય મુરુગન જોસફને 10 મહિનાની જેલ, 3 હજાર ડોલરનો દંડ, અને 10 કોરડા ફ્ટકારવાની શિક્ષા ફરમાવાઈ હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.તેણે પોતાના ઉપરના તમામ 5 આરોપોની કોર્ટમાં કબૂલાત કરી લીધી હતી. 

(7:00 pm IST)