Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

આનું નામ ભારતીય સંસ્કૃતિ : અમેરિકામાં શટડાઉનના કારણે આર્થિક તંગીનો ભોગ બનેલા સરકારી કર્મચારીઓ માટે હોટેલ એશોશિએશનએ દ્વાર ખુલ્લા મૂકી દીધા: જરૂરી કામ માટે ન્યુયોર્ક આવવાનું થાય તો વિનામૂલ્યે રહેવાની સગવડ અપાશે : એશોશિએશન પ્રેસિડન્ટ ઇન્ડિયન અમેરિકન શ્રી વિજય દંડપાનીની ઘોષણા

ન્યુયોર્ક :અમેરિકામાં શટડાઉનના કારણે આર્થિક તંગીનો ભોગ બનેલા સરકારી કર્મચારીઓ માટે હોટેલ એશોશિએશનએ દ્વાર ખુલ્લા મૂકી દીધા છે.જે મુજબ મર્યાદિત સમય માટે ન્યુયોર્કમાં જરૂરી કામ માટે કર્મચારીઓને આવવાનું થાય તો તેઓને વિના મુલ્યે રહેવાની સુવિધા અપાશે તેવું હોટેલ એશોશિએશન ઓફ ન્યુયોર્ક સિટીના ઇન્ડિયન અમેરિકન પ્રેસિડન્ટ શ્રી વિજય દંડપાનીએ જણાવ્યું હતું  તેજ પ્રમાણે લોસ એન્જલ્સ કેલિફોર્નિયા સ્થિત  પ્રિન્સ ઓર્ગેનાઈઝેશનના શ્રી સુનિલ તોલાનીએ જણાવાયા મુજબ તેમણે પણ કંપનીની ઘણી પ્રોપર્ટી માટે ખુલ્લી મૂકી દીધી છે.

ઉલ્લેખનીય છે કે શીખ સમૂહ દ્વારા પણ શટડાઉન સમયે કર્મચારીઓ માટે રસોડું શરૂ કરી ફરજ નિભાવી શીખ સંસ્કૃતિના દર્શન કરાવ્યા હતા.

(12:55 pm IST)