Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

યુ.એસ.ની હાઇસ્કૂલોમાં અભ્યાસ કરતા સ્ટુડન્ટસ માટે કોલેજ એડમિશન અંગે માર્ગદર્શન આપતો સેમિનાર યોજાશેઃ ૧૦ ફેબ્રુ.૨૦૧૯ રવિવારના રોજ ICC તથા USEazyના ઉપક્રમે યોજાનારા ફ્રી સેમિનારમાં સુશ્રી લીના ઇ વકતા તરીકે હાજરી આપશે

કેલિફોર્નિયાઃ યુ.એસ.માં ૮ થી ૧૧મા ગ્રેડમાં અભ્યાસ કરતા સ્ટુડન્ટસ તથા તેમના પરિવારજનોને કોલેદ એડમિશન અંગે માર્ગદર્શન આપવા ફ્રી સેમિનારનું આયોજન કરાયું છે.

૧૦ ફેબ્રુ.૨૦૧૯ રવિવારના રોજ બપોરે ૩ વાગ્યાથી ૫-૩૦ કલાક સુધી ઇન્ડિયા કોમ્યુનીટી સેન્ટર તથા uceazyના સંયુકત ઉપક્રમે યોજાનારા આ સેમિનારનું સ્થળ ઇન્ડિયા કોમ્યુનીટી સેન્ટર ૫૨૫, લોસ કોચીસ સ્ટ્રીટ મિલ્પીટાસ કેલિફોર્નિયા રાખવામાં આવ્યું છે. જેમાં હાઇસ્કૂલ કોલેજ કાઉન્સેલર સુશ્રી લીના ઇ વકતા તરીકે હાજરી આપશે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(8:43 pm IST)