Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

યુ.એસ.માં ઇન્ડિયાના સ્ટેટના ફિશર્સ સીટી કાઉન્સિલર તરીકે ચૂંટણી લડશે શીખ અમેરિકન શ્રી ગુરિન્દર સિંહ ખાલસા : અમેરિકન એરપોર્ટ ઉપર શીખોને પાઘડી ઉતારવામાંથી મુક્તિ અપાવનાર તરીકે સુવિખ્યાત

ઇન્ડિયાના : યુ.એસ.માં  ઇન્ડિયાના સ્ટેટના ફિશર્સ સીટી કાઉન્સિલર તરીકે ચૂંટણી લડવાની  શીખ અમેરિકન શ્રી ગુરિન્દર સિંહ ખાલસાએ ઘોષણા કરી છે. અમેરિકન એરપોર્ટ ઉપર શીખોને પાઘડી ઉતારવામાંથી મુક્તિ અપાવનાર તરીકે  તેઓ સુવિખ્યાત છે.તેમણે 2007 ની સાલમાં  પ્રશ્ને વાંધો ઉઠાવી નિયમમાં  સુધારો કરાવ્યો હતો.જે બદલ તેમનું રોજ પાર્ક્સ ટ્રેલબ્લેઝર એવોર્ડથી સન્માન કરાયું હતું તેઓ હવે સક્રિય રાજકારણમાં પ્રવેશી કોમ્યુનિટીને થતો અન્યાય રોકવા કટિબદ્ધ થયા હોવાનું જણાવે છે.

(12:49 pm IST)