Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

યુ.એસ.ની કેલિફોર્નિયા યુનિવર્સિટીની શીખ સ્ટડી પ્રેસિડન્શીઅલ ચેર ઉપર સુશ્રી અનિથ કૌર હન્ડલની નિમણુંકઃ શીખ ધર્મના સિધ્ધાંતો તથા સંસ્કૃતિનો વ્યાપ વધારી કોમ્યુનીટી ઉપર આચરાતા હેટ ક્રાઇમ અટકાવવાની નેમ વ્યકત કરતા સુશ્રી અનિથ કૌર

કેલિફોર્નિયાઃ યુ.એસ.ની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં શીખ સ્ટડી માટેની સ્કૂલ ઓફ સોશીઅલ સાયન્સમાં ધન કૌર સહોટા પ્રેસિડન્શીઅલ ચેર ઉપર સુશ્રી અનિથ કૌર હન્ડલની નિમણુંક કરાઇ છે.

બે મિલીઅન ડોલરની રકમ સાથે ૨૦૧૭ની સાલમાં શીખ સ્ટડી માટે શરૂ કરાયેલ આ ડીપાર્ટમેન્ટ માટે ડો.હરવિન્દર તથા ડો.આશા સહોટાએ ૧.૫ મિલીઅન તથા ચેર પ્રોગ્રામ દ્વારા ૫ લાખ ડોલર ફાળવાયા હતા.

ઉપરોકત ચેર ઉપર સૌપ્રથમ નિમણુંક મળવા બદલ સુશ્રી અનિથ કૌરએ ખુશી વ્યકત કરી હતી. તથા શીખ સંસ્કૃતિના વ્યાપમાં નિમિત બનવા બદલ હર્ષ વ્યકત કર્યો હતો. તેમજ અમેરિકાના પ્રજાજનોને શીખ ધર્મ અને તેના સિધ્ધાંતોથી વાકેફ કરી કોમ્યુનીટી ઉપર આચરાતા હેટ ક્રાઇમ અટકાવવાની કટિબધ્ધતા વ્યકત કરી હતી.

(8:48 am IST)