Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

ભારતીય મૂળના પાંચ પરિવારોએ અમેરિકાની ફેડરલ કોર્ટમાં દાવો દાખલ કર્યો : અમેરિકાનું ગ્રીન કાર્ડ મળવામાં વિલંબના કારણે પોતાના બાળકોની હકાલપટ્ટી થવાનો ડર

વોશિંગટન : H-1B વિઝાના આધારે અમરિકા ગયેલા ભારતીયોને દેશ દીઠ ગ્રીન કાર્ડ મળવાની મર્યાદાને કારણે પોતાના સંતાનોની હકાલપટ્ટી થવાનો ડર સતાવી રહ્યો છે.કારણકે આ વિઝા ધારકો  ઇમિગ્રન્ટ તરીકે વસવાટ કરી રહ્યા છે.તેઓની સાથે તેમના સંતાનો પણ નાગરિકત્વ મેળવવાની રાહમાં છે. તેઓને Child Status Protection Act (CSPA) હેઠળ ઉંમરનો બાદ નડે નહીં તે માટે તેમણે ફેડરલ કોર્ટમાં દાવો દાખલ કર્યો છે.હાલમાં તેમના સંતાનો 12 માં ધોરણ કે કોલેજમાં અભ્યાસ કરી રહ્યા છે.ભલે તેઓ ભારતમાં જન્મ્યા હોય તો પણ ઇમિગ્રન્ટ તરીકેનું તેમનું સ્ટેટ્સ ચાલુ રહે તેવી તેમની અપેક્ષા છે.

(2:06 pm IST)