Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

અમેરિકાના પ્રેસિડન્ટ પદની રેસમાં એશિયન અમેરિકન એન્ડ્ર્યુ યાન આગળ : ત્રીજા ક્વાર્ટરના અંતે 1.5 મિલિયન ડોલરનું ફંડ ભેગું કરી લીધું : ઇન્ડિયન અમેરિકન મતદારોનો ઝોક જો બિડન તરફ

વોશિંગટન : અમેરિકામાં 2020 ની સાલમાં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણી માટે ડેમોક્રેટ ઉમેદવારો વચ્ચેની સ્પર્ધામાં એન્ડ્ર્યુ યાન સૌથી આગળ નીકળી ગયા છે.તેમણે ત્રીજા ક્વાર્ટરના અંતે 1.5 મિલિયન ડોલરનું ફંડ ભેગું કરી લીધું છે.તેમજ ચોથા ક્વાર્ટરની શરૂઆતમાં 4 લાખ ડોનર્સ વચ્ચે 16.5  મિલિયન  ડોલરનું ફંડ ભેગુ થઇ જવા પામ્યું છે તેવું તેમના ચૂંટણી કંપેન દ્વારા જાહેર કરાયું છે.

ઇન્ડિયન અમેરિકન કોમ્યુનીટીએ પ્રથમ ક્વાર્ટરમાં હિન્દૂ કોંગ્રેસ વુમન સુશ્રી તુલસી ગબ્બાર્ડને સૌથી વધુ સમર્થન કર્યું હતું જયારે બીજા ક્વાર્ટરમાં જેમણે હવે ઉમેદવારી પાછી ખેંચી લીધી છે તે ઇન્ડિયન અમેરિકન ઉમેદવાર સુશ્રી કમલા હેરિસને આગળ કર્યા હતા તથા ત્રીજા ક્વાર્ટરમાં પૂર્વ વાઇસ પ્રેસિડન્ટ જો બિડનને સમર્થન આપ્યું હતું .જેઓ પ્રત્યે ઇન્ડિયન અમેરિકન કોમ્યુનિટી વિશેષ લગાવ ધરાવે છે.તેવું   ડેટા પ્રોફેસર શ્રી કાર્થિક રામક્રિષ્નને જણાવ્યું હતું . તેમના મંતવ્ય મુજબ હાલમાં ડેમોક્રેટિક પાર્ટીના પ્રેસિડન્ટ પદ માટેના ઉમેદવારોમાં જો બિડન તથા બર્ની સેન્ડર્સ પ્રત્યે ઇન્ડિયન અમેરિકન કોમ્યુનિટીનો ઝુકાવ જણાય છે.

ઉલ્લેખનીય છે કે ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન શ્રી રો ખન્ના બર્ની સેન્ડર્સના ચૂંટણી કમપેનમાં શામેલ છે.

(1:16 pm IST)