Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

''મો સ્કૂલ અભિયાન'': ઓડિસાની સરકારી સ્કૂલોના બાળકો માટે અમેરિકામાં ચાલતુ અભિયાનઃ છેલ્લા ૧૮ વર્ષમાં શિક્ષિત પુરૂષો તથા સ્ત્રીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો

કેલિફોર્નિયાઃ અમેરિકામાં વસતા ઓડિસાના પૂર્વ સ્ટુડન્ટસ વતનમાં ચાલતી સરકારી સ્કૂલોના બાળકોને શિક્ષિત કરવા મદદરૂપ થઇ શકે તેવા હેતુથી તાજેતરમાં સાન ફ્રાન્સિસ્કો કેલિફોર્નિયામાં ''મો સ્કુલ અભિયાન'' હાથ ધરાયુ છે.

આ અભિયાન હેઠળ ઓડિસાની ૯૯૮૫ સરકારી સ્કુલોના બાળકો માટે ચલાવાઇ રહેલા ૧૩૦૦૦ પ્રોજેકટસની સંખ્યા મારફત આગળ જતા સ્ટેટની ૫૮ હજાર સ્કૂલોને આવરી લેવાનો હેતુ છે.

ઓડિસામાં ૮૦ ટકા જેટલા બાળકો સરકારી સ્કુલોમાં અભ્યાસ કરે છે. જે માટે ઓડિસા સરકાર બજેટના ૯ ટકા જેટલી એટલેકે બે મિલીઅન ડોલર રકમ વાપરે છે. ''મો અભિયાન'' દ્વારા અપાતી રકમના  કારણે સરકારી રકમમાં વધારો થાય છે. જેનાથી બાળકોની સાક્ષરતામાં વધારો થઇ રહ્યો છે. જે મુજબ ૨૦૧૯ની સાલના નેશનલ સેમ્પલ સર્વે મુજબ સાક્ષહતાનો દર વધીને ૬૩ ટકામાંથી ૭૭ ટકા થઇ જવા પામ્યો છે. છેલ્લા ૧૮ વર્ષમાં શિક્ષિત પુરૂષોની સંખ્યા ૮૪ ટકા તથા શિક્ષિત સ્ત્રીઓની સંખ્યા ૩૩ ટકાથી વધીને ૫૦ ટકા થઇ ગઇ છે. શહેરી વિસ્તારોમાં આ પ્રમાણ ૭૫ ટકાથી વધી ૯૦ ટકા થઇ જવા પામ્યું છે.

 

(10:13 pm IST)