Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

H-1B વિઝા પોલિસીમાં ફેરફાર કરાશે : કુશળ તથા પ્રતિભાશાળી વિદેશીઓને અમેરિકામા કારકિર્દી બનાવવાની તક અપાશે : પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની ઘોષણા : ભારતીય આઇ.ટી.નિષ્ણાતો માટે આનંદના સમાચાર : હવે ગ્રીનકાર્ડ માટે દાયકા સુધી રાહ નહીં જોવી પડે

વોશિંગટન : અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ આજ રોજ કરેલી ઘોષણા મુજબ તેઓ H-1B વિઝા પોલિસીમાં ફેરફાર કરી રહ્યા છે.જે મુજબ  કુશળ તથા પ્રતિભાશાળી વિદેશીઓને અમેરિકામા કારકિર્દી બનાવવાની તક અપાશે

 આ બાબત અમેરિકામાં કાયમી વસવાટ માટે એક દાયકાથી રાહ જોઈ રહેલા ભારતીય આઇ.ટી.નિષ્ણાતો માટે ખાસ લાભકારક છે.તેઓ હવે ત્યાંના નાગરિક બની કારકિર્દી બનાવી શકશે

ઉલ્લેખનીય છે કે આ અગાઉ વિઝા માટે દેશ દીઠ 7 ટકાની મર્યાદા દૂર કરવાંની પણ વિચારણા થઇ રહી હોવાનું જણાવાયું હતું

(9:22 pm IST)