Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

યુ.એસ.ના હયુસ્‍ટન ટેકસાસમાંથી કોંગ્રેસમાં ઉમેદવારી નોંધવતા ઇન્‍ડિયન અમેરિકન શ્રી પ્રેસ્‍ટોન કુલકર્ણી : રર મા ડીસ્‍ટ્રીકટમાં વસતા મોટા ભાગના વિદેશી નાગરિકોનું પ્રતિનિધિત્‍વ કરવાની તથા ‘‘મેઇક અમેરિકા ડીસન્‍ટ અગેઇન'' ની નેમ

હયુસ્‍ટન : યુ.એસ. માં હયુસ્‍ટન ટેકસાસના રરમાં કોંગ્રેસનલ ડ્રીસ્‍ટ્રીકમાંથી ઇન્‍ડિયન અમેરિકન શ્રી પ્રેસ્‍ટોન કુલકર્ણીએ ડેમોક્રેટ તરીકે ઉમેદવારી નોંધાવી છે. આ ડીસ્‍ટ્રીકટમાં જુદા જુદા દેશોની પ્રજા વસે છે. જેમાં આવતા શહેરોમાં સુગરલેન્‍ડ, મિસૌરી, ડીઅર પાર્ક, પિઅરલેન્‍ડ સહિતનો સમાવેશ થાય છે.

શ્રી કુલકર્ણી યુનિવર્સિટી ઓફ ટેકસાસના ગ્રેજયુએટ છે. તથા ફોરેન સર્વિસ ઓફિસર તરીકે તેમણે ૧૪વર્ષ સુધી ઇરાક, ઇઝરાયલ, રશિયા, તાઇવાન તથા જમૈકામાં સેવાઓ આપેલી છે. તેમજ ૨૦૧૫ની સાલમાં પિઅરસન ફેલોશીપ મેળવેલી છે.૨૦૧૭ ની સાલમાં તેમણે હાર્વર્ડ કેનેડી સ્‍કુલમાંથી પબ્‍લીક એડમિનીસ્‍ટ્રેશન સાથે માસ્‍ટર ડીગ્રી મેળવી છે. તેઓ ‘‘મેઇક અમેરિકા ડીસન્‍ટ અગેઇન'' સૂત્ર સાથે ચૂંટણી લડી રહયા છે. તેઓ વર્તમાન કોંગ્રેસમેન રિપબ્‍લીકન પેટ ઓલ્‍સનનો મુકાબલો કરશે. તેવું IAN દ્વારા જાણવા મળે છે.

(10:11 pm IST)